PHOTOS

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાનનું ઓરેન્જ એલર્ટ, આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

arat Weather Update: હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લામાં વીજળી કડાકા-ભડાકા અને આંધી તોફાન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર ...

Advertisement
1/7

ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને આંધી-તોફાન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં તોફાન અને વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જાણો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ક્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2/7

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા મધ્યમ તોફાનની શક્યતા છે.

Banner Image
3/7

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા મધ્યમ તોફાનની શક્યતા છે.

4/7

હવામાન વિભાગે 28 મેના રોજ ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

5/7

બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

6/7

હવામાન વિભાગે 29 મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

7/7

જ્યારે 29મી મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વસાડ, તાપી અને દમણ, દાદર નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના વિવિધ ભાગમાં મધ્યમ વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.





Read More