PHOTOS

ગુજરાતમાં બે સિસ્ટમ ભેગી થઈ આ જિલ્લાઓને ઘમરોળી નાંખશે! જાણો કેટલી ખતરનાક છે બે સિસ્ટમ

Unseasonal Rain Gujarat: આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચ્યા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં મહા માસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ ભારે પવન ફૂંકાવવાની સાથે થન્ડર સ્ટ્રોમનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ચાલો, જાણીએ આજે અને આવતીકાલે રાજ્યમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?

Advertisement
1/8

આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડર સ્ટ્રોમનું પૂર્વાનુમાન છે. 3 માર્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટ્રોમનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને નોર્થ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

2/8

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થંડર સ્ટ્રોમનું અનુમાન છે. જેમાં આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર રિઝનમાં દ્વારકા, મોરબી, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Banner Image
3/8

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ હાલ અફધાનિસ્તાન તરફ છે અને તેના લીધે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ અરબ સાગરમાં બનેલું છે. તેની સાથે એક બીજું પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને થંડર સ્ટ્રોમની સંભાવના છે.

4/8

ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે સવારે પણ 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

5/8
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે..

6/8
અંબાલાલ પટેલે પણ કરી આગાહી
અંબાલાલ પટેલે પણ કરી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનના લીધે ખેતરમાં ઉભો પાક વળી જવાની અને આંબાના પાક પર પણ અસર થવાની શક્યતા છે. તો વરસાદ પછી ઠંડી પડવાની આશંકા વ્યક્ત કરી છે. શિવરાત્રીની આસપાસ ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 14થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે. તો 21 માર્ચથી ગરમીમાં વધારો થઈ શકે છે.

7/8
7 માર્ચ માટે ફરીથી તૈયાર રહેજો
7 માર્ચ માટે ફરીથી તૈયાર રહેજો

આગાહીકારે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

8/8

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.   

TAGS

IMD latest forecastrain forecast in gujaratMawatha forecast in GujaratRain forecast by Meteorological DepartmentMawatha forecast by Meteorological Departmentrain forecast in ahmedabadRain forecast today and tomorrowLatest forecast by Meteorological Departmentrain forecast todayWeather in GujaratRainy SystemAhmedabad Meteorological Departmentગુજરાતમાં વરસાદની આગાહીગુજરાતમાં માવઠાની આગાહીહવામાન વિભાગની વરસાદની આગાહીહવામાન વિભાગની માવઠાની આગાહીઅમદાવાદમાં વરસાદની આગાહીઆજે અને કાલે વરસાદની આગાહીહવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઆજે વરસાદની આગાહીગુજરાતનું હવામાનવરસાદી સિસ્ટમઅમદાવાદ હવામાન વિભાગGujarat Rain Latest NewsRain UpdateGujarat Rain Newsgujarat rainકમોસમી વરસાદGujarati Newsગુજરાતી ન્યૂઝHeavy unseasonal rains in Ahmedabadrains in ahmedabadHeavy rains in Ahmedabadfloods in AhmedabadAhmedabad Newsgujarat newsGujarat Weatherrains in gujaratheavy rains in gujaratwhere and how much rainઅમદાવાદમાં ભરબપોર કમોસમી વરસાદ પડ્યોઅમદાવાદમાં વરસાદઅમદાવાદમાં માવઠુંઅમદાવાદમાં પા




Read More