PHOTOS

19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે આ ગુજરાતી અભિનેત્રી, ખોળામાં બેસેલી તસવીર શેર કરી

Bollywood Actress Dating Rumors: ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હંમેશા કોઈને કોઈના ડેટિંગની અફવાઓ ચાલતી રહે છે. જેમાંથી કેટલીક અફવાઓ ચોંકાવી દે તેવી હોય છે. હાલમાં જ એક આવી જ બોલિવુડ એક્ટ્રેસની ડેટિંગની ખબર સામે આવી છે. જેને ફેન્સને ચોંકાવી દીધા છે. 49 ની ઉંમરમાં આ એક્ટ્રેસ ડેટ કરી રહી છે. અફવા છે કે, એક્ટ્રેસ 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે. 

Advertisement
1/4
કોણ છે આ બોલિવુડ એક્ટ્રેસ
કોણ છે આ બોલિવુડ એક્ટ્રેસ

તસવીર પરથી તો તમે સમજી જ ગયા હશો કે, આ 24 વર્ષ પહેલા રિતીક રોશનની સાથે કરિયરની શરૂઆત કરનાર અમીષા પટેલની વાચ ચાલી રહી છે. અમીષા પટેલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે સતત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ એક શખ્સ સાથે તેની ડેટિંગની અફવાઓ સામે આવી છે. 

2/4
ખોળામાં બેસેલી તસવીર શેર કરી
ખોળામાં બેસેલી તસવીર શેર કરી

અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે, જેમાં તેની સાથે નજર આવનાર શખ્સનું નામ નિર્વાણ બિરલા છે. જે ટોચના બિઝનેસમેન છે. એટલું જ નહિ, નિર્વાણ બિરલાની ઉંમર અમીષા પટેલ કરતા 19 વર્ષ નાની છે. અમીષા પટેલની ઉંમર 49 વર્ષ છે અને નિર્વાણ બિરલા માત્ર 30 વર્ષના છે. તસવીરમાં અમીષા પટેલ નિર્વાણ બિરલાની ખોળામાં બેસેલી નજર આવે છે. બંનેના ચહેરા પર સ્માઈલ છે. આ તસવીર શેર કરીને અમીષા પટેલે લખ્યું કે, મારા ડાર્લિંગ સાથે એક ખૂબસૂરત સાંજ.

Banner Image
3/4
કોણ છે નિર્વાણ બિરલા
કોણ છે નિર્વાણ બિરલા

નિર્વાણ બિરલા એ યશોવર્ધન બિરલાના દીકરા છે. તેઓ બિરલા ઓપન માઈન્ડ્સ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ અને બિરલા બ્રેનિયાક્સ પ્રાઈવેટ લિમિટેડના સંસ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિર્વાણે પોતાના ફેમિલી બિઝનેસના એન્ટ્રી કરી. આ ઉપરાંત નિર્વાણને મ્યૂઝિકનો શોખ છે. તેને હાર્મોનિયમ વગાડવાનું પસંદ છે. રિપોર્ટ અનુસાર, તેમની નેટવર્થ કરોડોમાં છે. જ્યારે કે, તેમના પિતા યશોવર્ધન બિરલાની સંપત્તિ લગભગ 37,983 કરોડ રૂપિયાથી વધુ છે.

4/4
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ અમીષા
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ અમીષા

અમીષા પટેલ તેના કરતા 19 વર્ષ નાની નિર્વાણ બિરલા સાથેની આવી તસવીરો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. યુઝર્સ કમેન્ટ કરીને અભિનેત્રીને પૂછી રહ્યા છે કે શું તે નિર્વાણ બિરલાને ડેટ કરી રહી છે? એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આજકાલ લોકો ઉંમરના તફાવતની પરવા કરતા નથી. તેણે સવાલ ઉઠાવ્યો કે અમીષા પટેલ તેના કરતા 19 વર્ષ નાના છોકરાને કેવી રીતે ડેટ કરી શકે અને તેને પૈસાની માયાજાળ ગણાવી. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું, 'આ છોકરાનો ચહેરો ભુવન બામ જેવો લાગે છે.





Read More