Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવાની દિશા બદલાતા અચાનક ઠંડીનો પવન ફુંકાયો છે. આગામી બે દિવસ રાજ્યમાં આવી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી છે. 24, 25 ફેબ્રુઆરીમાં ઠંડી આવશે અને આ ઠંડી દરમિયાન ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. એટલે ઠંડી-ગરમી એમ બેવડી ઋતુ રહેશે. બે દિવસ બાદ તાપમાન વધતા ગરમીની અનુભવ થવાની શક્યતા છે. પરંતુ માંડ ઠંડી જશે, ત્યાં વરસાદની આગાહી છે. દેશમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના હવામાન અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. આ ત્રણ મહિના દરમિયાન ક્યાં-ક્યાં અને ક્યારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે, સાથે જ કેટલી વખત વાતાવરણમાં પલટો આવશે, તેની તારીખો સાથે આગાહી કરી છે. ચાલો જાણીએ આજથી એપ્રિલ મહિના સુધીની આગાહી..
દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આપવામાં આવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરાં પડવાની સંભાવના છે. તો પૂર્વ ભારતની આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 24થી 26 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવના છે. તો કિન્નૌર, લાહોલ સ્પિતિ, શીમલા, ચંબા ને કુલ્લુ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ છે.
ફેબ્રુઆરીમાં વાદળવાયું આવવાની શક્યતા છે. તારીખ 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. માર્ચ મહિનાની ચોથી તારીખથી ગરમી પડશે. આ ગરમીના કારણે દરિયામાંથી આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.
માર્ચના પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં પલટો આવશે. ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા રહેતી હોય છે. કમોસમી વરસાદની વાત કરીએ તો 7,8 અને 9 માર્ચ ત્યારબાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે.
એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. વધતી જતી ગરમીના કારણે અરબ સાગરમાંથી ભેજ વધારે આવશે. જેના કારણે ગુજરાત સુધી ગરમ અને ઠંડા પવનો ભટકાઇ જતાં કરા અને કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે. એપ્રિલ મહિનામાં હવામાનમાં બેથી ત્રણ પલટા આવવાની શક્યતા રહેશે. એપ્રિલની શરૂઆત અને 14 એપ્રિલ આસપાસ પલટો આવવાની શક્યતા રહેશે. આ એપ્રિલમાં કરાની સાથે-સાથે પવન વધારે રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.
ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.