PHOTOS

ગુજરાતમાં 'આકાશી આફત'ના એંધાણ! આ જિલ્લામાં આંધી-તોફાન સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Heavy Rain Alert : હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement
1/5

ગુજરાતમાં વરસાદનો કહેર ચાલુ છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજ્ય માટે આફતનું અપડેટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે IMDએ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

2/5
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં બુધવાર અને ગુરુવારે ભારે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન સુરતના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓથી લઈને શાળાઓ સુધી પાણી ભરાઈ ગયા હતા. હવે હવામાન વિભાગે બનાસકાંઠા, કચ્છ, પાટણ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ફરી એકવાર આકાશી આફતની શક્યતા છે.

Banner Image
3/5

હવામાન વિભાગે ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અન્ય ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન સુરત, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

4/5
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. તો 1 જુલાઇથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના વરતારા સાથે વરસાદની આગાહી છે.   

5/5

અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.     





Read More