Gupt Daan ka Mahatva: હિંદુ ધર્મમાં વ્રત, તહેવાર, શુભ કાર્ય, યજ્ઞ, અનુષ્ઠાન સહિતના ખાસ દિવસો પર દાન કરવામાં આવે છે. દાન એ સૌથી મોટું પુણ્ય કાર્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે 4 વસ્તુઓ એવી છે જેને તમે ગુપ્ત રીતે દાન કરો છો તો તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.
કોઈને કહ્યા વિના જો તમે આ 4 વસ્તુઓ દાનમાં આપો છો એટલે કે ગુપ્ત દાન કરો છો તો તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સકારાત્મક ફેરફાર આવે છે. ગરીબ વ્યક્તિ પણ ધીરેધીરે અમીર બનવા લાગે છે.આ 4 વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
દરેક મંદિરમાં આસન રાખેલા હોય છે જેના પર બેસી ભક્તો પૂજા-પાઠ કરે છે. જો તમે મંદિરમાં આસનનું ગુપ્ત દાન કરો છો તો તેનું પુણ્યફળ તમને મળે છે.
કોઈ ભંડારામાં કે લંગરમાં મીઠાનું દાન કરવું મહાપુણ્ય ગણાય છે. જો તમને મીઠું દાન કરવાની તક મળે તો હંમેશા આ કામ કરવું. તેનાથી ધન-સમૃદ્ધિ વધે છે.
જો જીવનમાં કષ્ટ કે તકલીફ હોય તો માસિચનું ગુપ્ત દાન કરો. મંગળવારના દિવસે મંદિરમાં માચિસનું બોક્સ રાખી દેવું.
શિવલિંગ પર જે પાત્રથી જળ અર્પણ કરવાનું હોય તે પાત્ર અથવા તો તાંબાનો લોટો દાન કરવાથી લાભ થાય છે.