Surya Guru Yuti: જૂન મહિનામાં એક શક્તિશાળી રાજયોગ બની રહ્યો છે, જેનું નામ ગુરુ-આદિત્ય રાજયોગ છે. આ રાજયોગ બુધ ગ્રહની રાશિમાં બનવાનો છે. 12 વર્ષ પછી ગુરુ અને સૂર્યની યુતિ બુધની મિથુન રાશિમાં થવા જઈ રહી છે.
તેવી જ રીતે આત્મા અને આત્મવિશ્વાસનો ગ્રહ સૂર્ય અને જ્ઞાન અને પુજા પાઠનો ગ્રહ ગુરુની જૂન મહિનામાં યુતિ થવાની છે. ગુરુ અને સૂર્યની આ યુતિને કારણે એક શક્તિશાળી ગુરુ આદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
સૂર્ય મિથુન રાશિમાં 15 જૂન 2025ના રોજ ગોચર કરશે. 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે અને 17 ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન જૂનમાં સૂર્ય અને ગુરુની યુતિને કારણે ગુરુ-આદિત્ય રાજ યોગ બનશે.
ગુરુ અને સૂર્યની આ યુતિ બુધ ગ્રહની મિથુન રાશિમાં થવાની છે. ગુરુ-સૂર્યની યુતિથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. ચાલો જાણીએ કે, તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર ગુરુ-સૂર્યની એકસાથે કૃપા થવાની છે.
સિંહ રાશિના જાતકો માટે ગુરુ-આદિત્ય રાજયોગ શુભ અને સકારાત્મક ફળદાયી સિદ્ધ થઈ શકે છે. ગુરુ ગ્રહનું ગોચર જાતકની આવકમાં વધારો કરશે અને કરિયરમાં પ્રગતિનો માર્ગ ખોલશે. વિવાહિત જીવનમાં ખુશીની સાથે જ પરિવારના સભ્યોમાં પ્રેમ વધશે. રૂપિયા સંબંધિત બાબતોમાં જાતકને મોટો ફાયદો થશે. જીવનમાં પ્રગતિની મોટી તકો મળશે. જાતકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. આત્મવિશ્વાસ વધશે.
કન્યા રાશિના જાતકો માટે ગુરુ-સૂર્યની યુતિ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. જૂન મહિનામાં જાતકના કરિયર અને બિઝનેસમાં મોટો ઉછાળો આવશે. ભૌતિક સુખમાં વધારો થશે. ધનલાભની તકો પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ભાગ્ય ચમકશે અને બાકી રહેલા કામ પૂર્ણ થશે. સફળતાનો માર્ગ ખુલશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમે તમારા સ્વાસ્થ્યમાં સતત સુધારો જોઈ શકશો.
મીન રાશિના જાતકો માટે ગુરુ-આદિત્ય રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. સ્થાવર મિલકત ખરીદી શકો છો. રૂપિયાનું રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થશે. સરકારી કામ પૂર્ણ થશે. સંપત્તિમાં વૃદ્ધિના રસ્તા ખુલશે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. ધન કમાવવાના માર્ગ ખુલશે અને તમે ધન એકઠા કરવામાં પણ સફળ થશો. કરિયર નવી ઊંચાઈઓને સ્પર્શશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)