વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહ લગભગ 13 મહિના બાદ ગોચર કરે છે. હાલ ગુરુ મિથુન રાશિમાં છે અને ગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચના હોય છે. આ સાથે જ ગુરુ મકર રાશિમાં નીચના હોય છે. અત્રે જણાવવાનું કે ગુરુ ગ્રહ ઓક્ટોબરમાં અતિચારી ગતિથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આવકમાં વધારો અને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાન સંબંધિત સમાચાર મળી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
ગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી લગ્ન સ્થાનમાં જ ગોચર કરશે. આથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયગાળામાં મેરિડ લોકોનું લગ્નજીવન સુખી રહેશે. જ્યારે પાર્ટનરની ઉન્નતિ થઈ શકે છે. તમારા વ્યવહાર અને સિદ્ધિઓથી સમાજમાં પદ પ્રતિષ્ઠા વધશે. લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે. તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે જે તમારા વ્યક્તિત્વને નિખારશે. પાર્ટનરશીપમાં ફાયદો થશે.
ગુરુ બૃહસ્પતિનું ગોચર વૃશ્ચિક રાશિવાળા માટે શુભ ફળદાયી રહી શકે છે. કારણ કે ગુરુનું ગોચર તમારી રાશિથી ભાગ્યના સ્થાને થશે. આથી તમારો ભાગ્યોદય થઈ શકે છે. આ સાથે કામ સંબંધિત મુસાફરી કરી શકો છો. તમને કરિયરમાં અનેક સારી તકો મળી શકે છે. તમને રચનાત્મક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં સફળતા મળશે. જો તમે નોકરી બદલવાનું કે તમારા વ્યવસાયમાં કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારતા હોવ તો આ સમય ખુબ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
મેષ રાશિવાળા માટે ગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી ચતુર્થ સ્થાન પર ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. આ સમયગાળામાં સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારી છબી સકારાત્મક રહેશે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયગાળામાં પરિવારમાં સુખ શાંતિ જળવાશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. માતા સાથે સંબંધ મજબૂત થશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. વિદ્યાર્થીઓની ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળશે. જે લોકો કળા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં કામ કરી રહેલા લોકોની આવકમાં વધારો થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.