Guru Gochar 2025: ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2025માં ગુરુ ગ્રહ મે મહિનમાં ગોચર કરવા જઈ રહ્યો છે. ગુરુનું ગોચર 3 રાશિઓના જાતકો માટે ભારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે.
14 મે 2025ના ગુરુ ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. હાલ ગુરુ વૃષભ રાશિમાં વિરાજમાન છે. મે મહિનામાં ગુરુ રાશિ પરિવર્તન કરીને બુધની રાશિ મિથુનમાં ગોચર કરશે. પછી આગામી એક વર્ષ સુધી ગુરુ મિથન રાશિમાં જ સંચરણ કરશે.
ગુરુનો મિથુન રાશિમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારી શકે છે, કારણ કે તેના કારણે ગુરુની ગતિ ત્રણ ગણી વધી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને 'અત્યાચાર કરનાર' કહેવામાં આવે છે. જાણો કઈ 3 રાશિઓ પર ગુરૂ ગોચરથી નકારાત્મક અસર થઈ શકે છે.
ગુરુ ગોચર મિથુન રાશિમાં જ થઈ રહ્યું છે. આ રાશિના જાતકો માટે આ શુભ ન કહી શકાય. ગુરુ મિથુન રાશિના જાતકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બન્નેમાં સમસ્યાઓ આપી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. કરિયરમાં નિષ્ફળતા અથવા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
ગુરુ ગોચર મકર રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે સારું કહી શકાય નહીં. આ લોકો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તે વધુ સારું છે. તેમજ અનૈતિક કામ ન કરો નહીંતર બદનામી થઈ શકે છે.
ગુરુ ગોચર ધન રાશિના જાતકોના જીવનમાં પડકારો આપી શકે છે. તમને આર્થિક નુકસાન થઈ શકે છે. જોખમી રોકાણ ન કરો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમે કોઈ રોગ અથવા ઈજાથી પીડાઈ શકો છો. શનિની છાયા પણ તમારા પર રહેશે, તેથી આ સમય સાવધાનીથી પસાર કરો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.