Guru Nakshatra Gochar: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અન્ય ગ્રહોની જેમ ગુરુ પણ સમયાંતરે પોતાની ચાલમાં બદલાવ કરે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ગુરુ 13 જુલાઈના રોજ આર્દ્રા નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યો હતા. પરંતુ હવે ગુરુ આ જ નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
દેવગુરુ બૃહસ્પતિ 28 જુલાઈના રોજ આર્દ્રા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરશે. દેવગુરુ બૃહસ્પતિ આ નક્ષત્રમાં 12 ઓગસ્ટ સુધી રહેશે. આ પછી તે 13 ઓગસ્ટના રોજ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે, ત્યારે જાતકની આર્થિક સ્થિતિ સારી રહે છે. સાથે જ દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે થાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, ગુરુના નક્ષત્ર પરિવર્તનથી કઈ 3 રાશિઓને ફાયદો થશે.
મિથુન રાશિના જાતકો માટે ગુરુનું નક્ષત્ર ગોચર નવી તકો અને સારા સમાચાર લઈને આવી શકે છે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધો મજબૂત બનશે. કરિયર સાથે જોડાયેલા નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ. જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વાણી પર સંયમ રાખવો વધુ સારું રહેશે.
ગુરુનું નક્ષત્ર ગોચર સિંહ રાશિના જાતકો માટે ફાયદાકારક પરિણામો આપશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે અને વેપારીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે. બિઝનેસમાં લાભની શક્યતા રહેશે. પારિવારિક વાતાવરણમાં શાંતિ રહેશે અને નવી નોકરીની ઓફર મળવાની શક્યતા પણ છે.
ધન રાશિના જાતકો માટે ગુરુનું નક્ષત્ર ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે. નોકરી કરતા જાતકોને સફળતા અને સન્માન મળશે, અને મિત્રોનો પણ સહયોગ મળશે. કરિયરમાં સ્થિરતા અને શાંતિ રહેશે તથા ભાગ્ય પણ પૂરો સાથ આપશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)