PHOTOS

100 વર્ષ પછી ગુરુએ યુવા અવસ્થામાં ચાલવાનું કર્યું શરૂ, આ 3 રાશિનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ; કરશે માલામાલ!

Guru Rise 2025: વૈદિક જ્યોતિષ અનુસાર, ગુરુ ગ્રહે 100 વર્ષ પછી યુવા અવસ્થામાં ચાલવાનું શરૂ કર્યું છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

Advertisement
1/5
ગુરુ ઉદય
ગુરુ ઉદય

વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે ગોચર કરીને યુવા અને બાળ અવસ્થામાં પ્રવેશ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે-સાથે દેશ-દુનિયામાં પર પડે છે. તમને જણાવી દઈએ કે, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ હાલમાં મિથુન રાશિમાં સંચરણ કરી રહ્યા છે અને 12 ડિગ્રીથી 18 ડિગ્રી સુધી યુવા અવસ્થામાં રહેશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. સાથે જ આ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

2/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું યુવા અવસ્થામાં ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી સાતમા અને દસમા સ્થાનનો સ્વામી છે. આ ઉપરાંત દસમા સ્થાનમાં શનિદેવ સ્થિત છે. તેથી, આ સમયે પરિણીત લોકોનું લગ્નજીવન સુખી રહેશે. જ્યારે અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. સાથે જ તમને આ સમયે માન-સન્માન મળશે. તમારી પ્રતિષ્ઠા વધશે. તેમજ કામ અને વ્યવસાયમાં પ્રગતિ કરી શકો છો. ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધો વિકસાવશો. જીવનસાથી દ્વારા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશ યાત્રા કરી શકો છો.

Banner Image
3/5
સિંહ રાશિ
સિંહ રાશિ

ગુરુ ગ્રહનું યુવા અવસ્થામાં ચાલવું સિંહ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી રાશિથી આવક ભાવમાં સંચરણ કરી રહ્યો છે અને સૂર્ય દેવ ત્યાં હાજર છે. સાથે જ તે પાંચમા અને આઠમા ભાવનો સ્વામી પણ છે. આ સમયે તમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. તમે કોઈ કોર્ષમાં પ્રવેશ લઈ શકો છો. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે. મિત્રો દ્વારા તમને લાભ મળી શકે છે. પરિણીત લોકોનું લગ્નજીવન સુખી રહેશે. શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં લાભ મળી શકે છે.

4/5
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે, દેવગુરુ બૃહસ્પતિનું યુવા અવસ્થામાં ચાલવું કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી રાશિથી કર્મભાવમાં સંચરણ કરી રહ્યો છે. આ ઉપરાંત તે તમારી ગોચર કુંડળીમાં ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે. તેથી, આ સમયે તમને ભૌતિક સુખ મળી શકે છે. આ ઉપરાંત તમે વૈભવી વસ્તુ ખરીદી શકો છો. જ્યારે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. બિઝનેસમેનને ખૂબ જ ધનલાભ થઈ શકે છે.

5/5

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માહિતી અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More