વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ ગ્રહે 100 વર્ષ બાદ યુવા અવસ્થામાં ચાલવાનું શરૂ કરી દીધું છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી યુવા અને બાળ અવસ્થામાં પ્રવેશ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ અત્યારે મિથુન રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને 12 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સુધી યુવા અવસ્થામાં રહેશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓ માટે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું યુવા અવસ્થામાં ચાલવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી સપ્તમ અને દશમ સ્થાનના સ્વામી છે. સાથે દશમ સ્થાનાં શનિ દેવ સ્થિત છે. તેથી આ સમયે પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સાથે આ સમયે તમને માન-સન્માન પ્રાપ્ત થશે. પ્રતિષ્ટા વધશે. કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. સાથે ઉચ્ચ, પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધ બનશે. જીવનસાથીના માધ્યમથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશ યાત્રા થઈ શકે છે.
ગુરૂ ગ્રહનું યુવા અવસ્થામાં ચાલવું સિંહ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી આવક ભાવમાં ગોચર કરી રહ્યાં છે અને ત્યાં સૂર્ય દેવ સ્થિત છે. સાથે તે પંચમ અને અષ્ટમ ભાવના સ્વામી છે. આ સમયે તમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. તમે કોઈ કોર્સમાં પ્રવેશ લઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. તો મિત્રો દ્વારા લાભ થઈ શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં તમને લાભ થઈ શકે છે.
તમારા લોકો માટે દેવગુરૂ બૃહસ્પતિનું યુવા અવસ્થામાં ચાલવું કરિયર અને કારોબારની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર સંચરણ કરી રહ્યાં છે. આ સમયે તમારી ગોચર કુંડળીમાં ચોથા અને સાતમાં ભાવના સ્વામી છે. આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે કોઈ વૈભવી વસ્તુ ખરીદી શકો છો. તો બેરોજગારને નોકરી મળી શકે છે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.