PHOTOS

Hair Fall: ખરતા વાળને અટકાવવા હોય તો આ વસ્તુઓ ખાવા લાગો, વાળ લાંબા પણ ઝડપથી થાશે

Foods For Hair Fall: આપણા વાળ પર ફક્ત બદલતા વાતાવરણની જ નહીં પરંતુ આપણા આહારની પણ અસર હોય છે. વાળની ગુણવત્તા કેવી હશે અને વાળની સમસ્યા થશે કે નહીં તેનો આધાર આહાર પર હોય છે. જો આહારમાં જરૂરી પોષક તત્વોની ખામી હોય તો તેની અસર વાળ પર દેખાય છે. ખાસ તો જરૂરી પોષણ ન મળે તો વાળ ઝડપથી ખરવા લાગે છે. ખરતા વાળના કારણે નાની ઉંમરમાં જ માથામાં તાલ દેખાવા લાગે છે. જો અનેક પ્રયત્ન છતાં પણ ખરતા વાળની સમસ્યા અટકતી ન હોય તો આ 5 સુપર ફૂડ ખાવાની શરૂઆત કરી દો. 

Advertisement
1/6
પાલક 
પાલક 

લીલા પાનવાળા શાકભાજીમાં પાલક સૌથી વધારે પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે. તેમાં વિટામિન બી, ફોલેટ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. પાલક ખાવાથી વાળના વિકાસમાં મદદ મળે છે અને ખરતા વાળની સમસ્યાનો અંત આવે છે. 

2/6
ફિશ
ફિશ

જો તમે નોન વેજિટેરિયન છો તો ફેટી એસિડ માટે ફિશ ખાવાની શરૂઆત કરો. અને જો તમે શાકાહારી છો તો ફિશ ઓઇલ યુક્ત સપ્લીમેન્ટ લેવાની શરૂઆત કરો. તેનાથી ખરતા વાળની સમસ્યા અટકશે અને નવા વાળનો ગ્રોથ વધશે. 

Banner Image
3/6
જાંબુ 
જાંબુ 

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. જાંબુ એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. આ ફ્રુટ ખાવાથી કોલેજનનું પ્રોડક્શન વધે છે અને વાળ ખરતા અટકે છે. 

4/6
મેથી 
મેથી 

મેથી વાળ માટે સૌથી વધારે ફાયદાકારક છે. મેથીને વાળમાં લગાડવાથી જો વાળ સુંદર બની જતા હોય તો વિચારો કે તમે મેથીનું સેવન કરશો તો કેટલો ફાયદો થશે. મેથી ખાવાથી હેર ફોલ અટકે છે. તેના માટે એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવી. બીજા દિવસે પલાળેલી મેથીને પાણીમાંથી કાઢી અને ખાઈ લેવી.

5/6
નેટલ રુટ ટી
નેટલ રુટ ટી

મહિલાઓ અને પુરુષોમાં વાળ ખરવાનુ મુખ્ય કારણ શરીરમાં હોર્મોનલ ફેરફાર હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે પ્લાંટ બેસ્ડ નેટલ રુટ ટી પી શકાય છે. આ એક પ્રકારની ગ્રીન ટી જ હોય છે. તેનું સેવન કરવાથી ખરતા વાળની સમસ્યા ધીરેધીરે કંટ્રોલમાં આવે છે.

6/6




Read More