Nail Rubbing: સવારના સમયે કરેલા કેટલાક કામ શરીરને ખૂબ જ લાભ કરે છે. હેલ્ધી લાઈફ જેવી હોય તો કેટલીક આદતો ને અપનાવી જોઈએ. ખરાબ લાઈફ સ્ટાઈલ અને આહારના કારણે શરીર પણ ખરાબ થઈ જાય છે અને શરીરમાં ઘણી બધી સમસ્યા થાય છે. આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવી હોય તો રોજ સવારે નખ ઘસવાની આદત પાડવી જોઈએ. નિયમિત રીતે સવારે તમે બંને હાથના નખને ઘસવાની આદત પાડશો તો તેનાથી શરીરને પાંચ મુખ્ય ફાયદા થશે.
સવારે નખને ઘસવાથી વાળ ખરવાની દુર થાય છે. નિયમિત રીતે નખ ઘસવાથી ખરતા વાળ અટકે છે.
નખ ઘસવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. સાથે જ તેનાથી શરીરમાં થતો દુખાવો પણ દુર થાય છે.
નખ ઘસવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે. આ એક પ્રકારનો યોગ છે જેને કરવાથી તમારું શરીર ફીટ રહે છે.
ફેફસાં અને હૃદય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દરરોજ નખ ઘસવા જોઈએ.
જો ખરતાં વાળના કારણે માથામાં ટાલ પડી ગઈ હોય તો નિયમિત સવારે નખ ઘસવાથી ટાલમાં પણ નવા વાળ આવવા લાગશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)