Haldi Dudh: શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે એવી વસ્તુઓનું સેવન જે શરીરને ગરમી આપે. શરીરને ગરમી આપે તેવી વસ્તુઓમાંથી બેસ્ટ છે હળદરવાળું દૂધ. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી થતા લાભ વિશે અને દૂધ ક્યારે પીવું તેના વિશે.
હળદરવાળા દૂધને ગોલ્ડન મિલ્ક કહેવાય છે તેની પાછળ તેના ગુણ જવાબદાર છે. આ ગોલ્ડન મિલ્ક શિયાળામાં શરીર માટે હીટર જેવું કામ કરે છે. શિયાળામાં હળદરવાળુ દૂધ પીવાથી થતા આ લાભ વિશે જાણશો તો તમે પણ આજથી જ શુભ શરુઆત કરી દેશો.
હળદરમાં કકર્યૂમિન નામનું તત્વ હોય છે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. તેનાથી શરદી, ઉધરસ ફ્લૂથી બચી શકાય છે. રોજ હળદરવાળુ દૂધ પીવાથી શરીરને ઠંડી સામે લડવાની શક્તિ મળે છે.
હળદર અને દૂધનું કોમ્બિનેશન હાડકાને મજબૂત બનાવે છે. દૂધ કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપુર હોય છે જે હાડકાને મજબૂત કરે છે. હળદરવાળું દૂધ સાંધાના દુખાવા માટે ઔષધિ છે.
શિયાળામાં ત્વચા ડ્રાય થઈ જતી હોય છે. હળદરવાળું દૂધ પીવાથી ત્વચામાં નિખાર આવે છે. તેનાથી પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે.
1 ગ્લાસ દૂધમાં 1 ચપટી હળદર ઉમેરી ઉકાળો. તેમાં થોડા કાળા મરી ઉમેરો અને જરૂર હોય તો મધ કે ગોળ ઉમેરી ગરમાગરમ પી લો. આ દૂધ પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. આ દૂધ રાત્રે પીવાથી વધારે ફાયદો થાય છે. તમે સવારે પણ દૂધ પી શકો છો.