વૈદિક પંચાંગ મુજબ હનુમાન જયંતી પર મીન રાશિમાં પંચગ્રહી યોગના સંયોગથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તમારી રાશિ છે કે નહીં....
વૈદિક જ્યોતિષ મુજબ તહેવારો અને પર્વ પર કોઈને કોઈ ગ્રહોનો સંયોગ જરૂર રહે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે હનુમાન જયંતીનું પર્વ 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ પર પંચગ્રહી યોગનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ 57 વર્ષ બાદ મીન રાશિમાં બનશે. કારણ કે મીન રાશિમાં બુધ, શુક્ર, શનિ, રાહુ અને સૂર્ય બિરાજમાન હશે. આવામાં મીન રાશિમાં પંચગ્રહી સંયોગથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓની આવકમાં વધારાની સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો આ લકી રાશિઓ વિશે...
મિથુન રાશિના લોકો માટે પંચગ્રહી યોગ બનવાથી મિથુન રાશિના લોકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર થઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારા કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. વેપારીઓ માટે ઉત્તમ સાબિત થઈ શકશે. કરિયરમાં સફળતા મેળવી શકશો. આ દરમિયાન તમારી ઈચ્છા પૂરી થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને મનગમતી બદલી મળી શકે છે.

તમારા માટે પંચગ્રહી યોગનું બનવું લાભકારી નીવડી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. અટકેલા કામો પૂરા થવાના યોગ છે. વિદેશ મુસાફરીનો યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા લોકોને સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર અનુકૂળ માહોલ રહેશે. તમને મોટી સફળતા મળી શકે છે. આર્થિક પરેશાનીઓનો ઉકેલ આવતો જોવા મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.