Lice And Nits Home Remedies: વરસાદની ઋતુમાં સ્કિનની સાથે વાળની સમસ્યા પણ વધી જાય છે. જૂ અને લીખની સમસ્યા આ સીઝનમાં સૌથી વધારે વધવા લાગે છે, બજારમાં અનેક પ્રકારના શેમ્પુ કેમિકલવાળા મળે છે, જે જૂ અને લીખની સમસ્યાને અનેક ગણી વધારી દે છે. તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માગો છો, તો અનેક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
Lice And Nits Home Remedies: લીંબડો તમારી સ્કિન માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે જૂ અને લીખની સમસ્યાથી વધારે પરેશાન છો, તો લીંબડાના રસને વાળમાં લગાવી શકો છો.
ઓલિવ ઓઈલ: વાળમાંથી જૂ અને લીખ હટાવવા માટે તમે ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો, જે ફાયદાકારક છે, જો તમે જૂ અને લીખની સમસ્યાને ખત્મ કરવા માંગો છો, તો આ રીત બેસ્ટ છે.
સફેદ વિનેગર જૂ અને લીખમાં વાળને ઢીલા રાખવાનું કામ કરે છે. જેનાથી દરેક જૂ અને લીખ આરામથી બહાર નિકળી જાય છે.
ટી ટ્રી ઓયલ અનેક વસ્તુમાં ફાયદાકારક હોય છે, જો તને જૂ અને લીખથી છુટકારો મેળવવા માગો છો, તો તમે વાળમાં ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરી શકો છો, જેનાથી જૂની સમસ્યા દૂર થઈ શકે છે.
નાળિયેર તેલ: જો તમે જૂ અને લીખને જડમુળથી ખત્મ કરવા માંગો છો, તો નાળિયેર તેલથી સારી રીતે માથાની મસાજ કરી શકો છો, એ તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.