શરીર માટે દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક રહે છે. શરીરને તાકાત મળે છે. પુરુષોની વાત આવે તો તેમના માટે દૂધ મસલ્સ અને હાડકા માટે ખુબ ફાયદાકારક હોય છે. દૂધમાં રહેલુ પ્રોટીન શરીરમાં સરળતાથી એબ્ઝોર્બ થાય છે. દૂધની સાથે જો અખરોટ મિલાવવા આવે તો તેની તાકાત બમણી થાય છે. અમેરિકન જનરલ ઓફ ફિઝિયોલોજીના રિસર્ચ મુજબદૂધમાં હાજર પ્રોટીન સરળતાથી બોડીમાં ભળી જાય છે. દૂધમાં અખરોટ ભેળવવામાં આવે તો અનેક ફાયદા થાય છે.
કેવી રીતે ભેળવશો દૂધમાં? અખરોટને રાતે પાણીમાં પલાળી રાખો. સવારે પીસીને દૂધમાં ભેળવો. દૂધને બરાબર ઉકાળીને હૂંફાળું કરી પીવો.
આ રીતે દૂધ પીવાથી મસલ્સ મજબુત થાય છે. સિક્સ પેક્સ એબ બનાવવા માટે આ ડ્રિંક ફાયદાકારક છે.
તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે ફર્ટિલિટી રિલેટેડ પ્રોબ્લમથી બચાવે છે.
તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકા મજબુત કરે છે. તેનું સેવન કરવાથી 7 દિવસમાં જ અસર જોવા મળે છે.
અખરોટવાળા દૂધમાં કિશમિશ, કેસર, બદામ ભેળવીને પીવાથી પુરુષોની નબળાઈ દૂર થાય છે. આયુર્વેદમાં વીર્યની ગુણવત્તા સુધારવાનો ઉપાય પણ ગણાવ્યો છે.