PHOTOS

રોજ સફરજનનો રસ પીવાથી થાય છે ચમત્કારિક ફાયદા, હાર્ટ, કીડની, લીવર, આંખો બધુ રહે છે તાજુમાજુ

Apple Juice: કોરોના બાદ લોકો વધુને વધુ હેલ્થ કોન્શિયસ બનતા જાય છે. આજકાલ આપણે જોઈએ છીએ તો લોકો નાસ્તાપાણીને બદલે ફ્રૂટ જ્યુશ પીવાનું વધારે પસંદ કરતા હોય છે. એટલે હવે લોકોને ખબર પડી ગઈ છેકે, શું ખવાય અને શું ખવાય. કારણકે, ખરાબ ખાણીપીણીને કારણે નાની ઉંમરમાં પણ ઘણાં લોકોને અચાનાક બીમારીથી મોત થઈ જાય છે. અથવા દવાખાનાની ચુંગાલમાં ફસાઈને રહેવું પડે છે. તો ડોક્ટરોને પૈસા આપવા કરતા પોતે ખાઈ પીને મોજ કરે એમાં શું ખોટું છે. તેથી લોકો હવે દરરોજ સવારે જ્યુશ, સૂપ પીવાનું પસંદ કરતા હોય છે. એમાંય જો રોસ સવારે સાવ ભૂ્ખ્યા પેટે એપલ જ્યુશ એટલેકે, સફરજનનો રસ પીવાનું શરૂ કરો તો થશે તમારા શરીરમાં ચમત્કારિક ફાયદા. તેથી તબીબો પણ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. જાણો રોજ સફરજનનો રસ પીવાથી થતા અનેક ફાયદાઓ વિશે....

Advertisement
1/5
વજન
વજન

સફરજનનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફરજનના રસમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જો તમે તેનું રોજ સેવન કરો છો તો શરીરની ઘણી બીમારીઓ પળવારમાં દૂર થઈ જાય છે. ફેમસ ડાયટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે સફરજનનો રસ પીવાથી તમારું વધેલું વજન પણ ઓછું થાય છે. શરીરને શક્તિ મળે છે.

2/5
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા

જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો પણ તમે તેનું સેવન કરી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલ હૃદયની સમસ્યાઓમાં વધારો કરે છે, પરંતુ તેના રોજિંદા સેવનથી તમારું હૃદય હંમેશા સારું રહે છે. તમારે સવારે સફરજનનો રસ જરૂર પીવો. તે તમને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ ઘણી મદદ કરે છે. તમે તેને ખાલી પેટે પણ ખાઈ શકો છો.

 

Banner Image
3/5
દૃષ્ટિ
દૃષ્ટિ

તે તમને તમારી દૃષ્ટિ સુધારવા અને જાળવવામાં ઘણી મદદ કરે છે. તમારે દરરોજ સવારે એક ગ્લાસ સફરજનનો રસ પીવો જોઈએ. સફરજનમાં વિટામિન A સારી માત્રામાં હોય છે. તે તમને આંખ સંબંધિત રોગોથી છુટકારો મેળવવામાં ઘણી મદદ કરે છે.

4/5
અસ્થમા એટેક
અસ્થમા એટેક

સફરજન અને તેનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી તમારા શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર થાય છે. અસ્થમાના દર્દીઓએ તેનું રોજ સેવન કરવું જોઈએ. તે અસ્થમાના હુમલાના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.  

5/5
પાચન
પાચન

સફરજનમાં જરૂરી મિનરલ્સ અને પોટેશિયમ હોય છે, જે તમને તમારા શરીરને ફિટ રાખવામાં ઘણી મદદ કરે છે. તે પાચનમાં સુધારો કરીને તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આનું સેવન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવા માટે ફાયદાકારક છે.





Read More