PHOTOS

આ પીળી વસ્તુ ખાઈ લો...નસોમાં ચોંટી ગયેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે બહાર

આજકાલ અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે અનેક લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે. ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હ્રદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધે છે. બેડ કોલેસ્ટ્રોલના કાણે હાર્ટએટેક અને બ્રેઈન સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. ઓઈલી ફૂડનું વધુ પડતું સેવન કરવાથી આજકાલ અનેક લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે હાર્ટ એટેક, બ્લડ વેસલ્સમાં બ્લોકેજ, હાઈપરટેન્શન અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે. દવાઓની સાથે સાથે તમે ડાયેટની મદદથી પણ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. 

Advertisement
1/5
લીંબુ
લીંબુ

લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. લીંબુમાં વિટામીન સી હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરે છે. રોજ બે ગ્લાસ લીંબુ પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ખતમ થઈ શકે છે. લીંબુ પાણીમાં મીઠું કે ખાંડ નાખીને સેવન કરવું નહીં તે ખાસ  ધ્યાન રાખવું. 

2/5
આંબળા
આંબળા

આંબળામાં પણ અનેક ગુણ હોય છે જે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવા માટે તમે ડાયેટમાં આંબલાનું સેવન કરી શકો છો. 

Banner Image
3/5
અખરોટ
અખરોટ

અખરોટમાં ફાઈબર, વિટામીન એ, ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરે છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે તમે ડાયેટમાં અખરોટ સામેલ કરી શકો છો. 

4/5
લસણ
લસણ

લસણનો ઉપયોગ કિચનમાં મસાલા તરીકે થાય છે પરંતુ લસણમાં ઔષધીય ગુણ મળી આવે છે જે અનેક બીમારીઓને દૂર કરી શકે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમે લસણનું સેવન કરી શકો છો. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More