PHOTOS

સવાર-સવારમાં જોવા મળે છે હાઈ BP ના આ લક્ષણો, જેવા દેખાય કે તરત ડોક્ટર પાસે ભાગજો

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલથી મોટાભાગના લોકો હાઈપર ટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે. હાઈ બીપી એક ખતરનાક બીમારી છે જે સાઈલેન્ટ કિલરની જેમ ધીરે ધીરે શરીરને ખોખલું બનાવી દે છે. જો કે હાઈબીપીના લક્ષણ શરીરમાં જોઈ શકાય છે. 

Advertisement
1/6
ચક્કર
ચક્કર

સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા એ હાઈ બીપીનું એક લક્ષણ હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં તમને સવાર સવારમાં ચક્કર આવવા કે બેડમાં જ તમારું માથું ઘૂમી શકે છે. જો કે થોડા સમય બાદ તે નોર્મલ થઈ જાય છે. પરંતુ તેને ઈગ્નોર કરવું જોખમી છે.   

2/6
ધૂંધળું દેખાવું
ધૂંધળું દેખાવું

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને સવારે ઉઠતાની સાથે જ ધૂંધળું દેખાઈ શકે છે. તમને જણાવી દઈએ કે બ્લડ પ્રેશર વધવાથી આંખોની રોશની પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં પણ તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

Banner Image
3/6
ઉલ્ટી કે જીવ ડોહળાવવો
ઉલ્ટી કે જીવ ડોહળાવવો

સવાર સવારમં હાઈ બ્લડ પ્રેશરના દર્દીને ઉલ્ટી કે જીવ ડોહળાવવા જેવું મહેસૂસ થઈ શકે છે. જો તમને પણ સવારના સમયે એવું મહેસૂસ થાય તો તરત ડોક્ટર પાસે જવું જોઈએ.   

4/6
થાક
થાક

હાઈ બ્લડ પ્રેશરનું એક લક્ષણ થાક પણ છે. જો ઊંઘ પૂરી લીધા બાદ પણ તમને સવારે થાક કે નબળાઈ મહેસૂસ થાય તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. પરંતુ  થાકને લોકો સામાન્ય રીતે ઈગ્નોર કરતા હોય છે. જે ખુબ ગંભીર બની શકે છે. 

5/6
મોં સૂકાવવું
મોં સૂકાવવું

સવારના સમયે વારંવાર મોઢું સૂકાવવું કે તરસ લાગવી એ પણ હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. આ લક્ષણ ઈગ્નોર કરવું જોઈએ નહીં.

6/6
Disclaimer:
Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  





Read More