Healthy Vegetables for Rainy Season: ચોમાસામાં પાચન ક્રિયા મંદ પડી જાય છે. તેથી આ સમયે ડાયટમાં એવા શાકભાજી એડ કરવા જોઈએ જે પચવામાં હળવા હોય. વરસાદી વાતાવરણમાં ભેજ વધી જવાથી બેક્ટેરીયા અને ફંગસ ઝડપથી વધે છે. આ કારણે લીલાપાનવાળા શાકભાજીમાં કીડા વધી જાય છે. તેથી એવા શાક પસંદ કરવા જોઈએ જે સરળતાથી પચી જાય અને શરીરને પોષણ પણ આપે.
આ શાક પાણીથી ભરપુર હોય છે અને તેમાં ફાઈબર પણ વધારે હોય છે. જે પાચન શક્તિ સુધારે છે. આ શાક પચવામાં હળવા અને સુપાચ્ય છે. જેના કારણે જમ્યા પછી પેટ ભારે નહીં લાગે. આ શાક વિટામિન અને ખનીજથી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
આ બંને શાક ચોમાસામાં ખાવા માટે ઉત્તમ ગણાય છે. આ શાક શરીરને હાઈડ્રેટ રાખે છે. વિટામિન એ, વિટામિન સી થી ભરપુર આ શાક આંખ અને ત્વચાને લાભ કરે છે.
કડવા સ્વાદના કારણે કારેલા મોટાભાગના લોકોને ભાવતા નથી. પરંતુ આ એક હેલ્ધી શાક છે જે રક્ત શુદ્ધ કરે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા લાભકારી છે.
ફાઈબર, વિટામિન એ, પોટેશિયમથી ભરપુર શક્કરીયા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે.
ચોમાસામાં ભીંડા અને ગુવાર પણ ખાઈ શકાય છે. જો કે આ શાકનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે પાણીથી સાફ કરવા. આ શાક પણ પચવામાં હળવા હોય છે.