Heart Attack Symptoms: આજના સમયમાં હાર્ટ એટેક આવવો એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે હવે તો હાર્ટ એટેક વૃદ્ધોની સાથે સાથે યુવા પેઢીને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જે હાર્ટ એટેક આવતા પહેલા જોવા મળતા હોય છે. જાણો આ સંકેતો વિશે...
આજની આ ભાગદોડવાળી લાઈફમાં ક્યારે અને ક્યાં હાર્ટએટેક આવી જાય તે કહી શકાતું નથી. આજકાલ અચાનક હાર્ટએટેક આવી જાય છે અને જીવ બચાવવાનો સમય પણ મળતો નથી. જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જે હાર્ટએટેક આવતા પહેલા બોડીમાં જોવા મળતા હોય છે.
જો તમારી છાતીમાં વારંવાર હળવો દુ:ખાવો થતો હોય, બળતરા મહેસૂસ થતી હોય તો તમારે તેને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. હકીકતમાં આ હાર્ટએટેક આવતા પહેલાનો સંકેત હોઈ શકે છે. આવું મહેસૂસ થાય તો તમારે તરત ECG કે અન્ય હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ.
જો તમારા બોડીમાં વારંવાર થાક અને નબળાઈ મહેસૂસ થતી હોય તો તમને દિલ સંબંધિત સમસ્યા હોઈ શકે છે. આવું મહેસૂસ થાય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અત્રે જણાવવાનું કે આ લક્ષણ સામાન્ય રીતે મહિલાઓમાં વધુ જોવા મળે છે.
જો તમને વધુ ચાલતા કે પછી સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ લાગે તો તે હાર્ટ સંબંધિત સમસ્યા હોઈ શકે છે. જો તમને એવી મુશ્કેલી થઈ રહી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમને ઠંડીની સીઝનમાં પણ વધુ પરસેવો આવતો હોય અને એટલું જ નહીં પરંતુ કોઈ પણ કામ કરો તો પરસેવો થતો રહેતો હોય તો તમારે ડોક્ટર પાસે દોડવું જોઈએ. હકીકતમાં સતત પરસેવો વળવો એ હાર્ટ સંબંધિત સમસ્યા હોઈ શકે છે.
અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. Z 24kalak તેની પુષ્ટિ કરતું નથી.