PHOTOS

આગામી 3 કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, ભારે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ

ાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી તહાબી જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 10 મે ...

Advertisement
1/5
આગામી ત્રણ કલાકમાં અહીં પડશે વરસાદ
 આગામી ત્રણ કલાકમાં અહીં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર, અમરેલી અને બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 62થી 87 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

2/5
10 મે સુધી રાજ્યમાં વરસાદની સંભાવના
 10 મે સુધી રાજ્યમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે, પરંતુ આફતનો અંત હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 10 મે સુધી માવઠાનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે છે કે, ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ... અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજનો ખતરો છે...

Banner Image
3/5

ક્યાં રેડ એલર્ટ?  ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચ

ક્યાં ઓરેન્જ એલર્ટ? દક્ષિણ ગુજરાત તમામ જિલ્લા

ક્યાં યલો એલર્ટ?  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદર

4/5
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
 આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

7 મે ના રોજ...સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે...  

5/5
આવતીકાલે અહીં આગાહી
 આવતીકાલે અહીં આગાહી

8મે ના રોજ..બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયો સ્થળોએ વીજળીના કડકા-ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જો કે સાતમી મે બાદ વરસાદનું જોર ઘટશે અને 10મી મે બાદ માવઠાની સ્થિતિથી રાહત મળશે  





Read More