PHOTOS

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખો! ભારે આગાહીના પગલે આ જિલ્લાઓને કરાયા એલર્ટ, નવી આગાહી

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં આજ (બુધવાર)થી માંડીને આવતા સોમવાર સુધીના 6 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્રોને એલર્ટ કરાયા છે. આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

Advertisement
1/5

અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 6 જૂલાઇથી સૂર્ય પૂનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે. 6 જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 23થી 29 જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. 

2/5

જુલાઇ મહિનાની શરૂઆતથી જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇના રોજથી બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મંગળવારે ગાંધીનગર સ્ટેટ ઇ મરજન્સી ઓપરેશન સેન્ટર-એસઈઓસી ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રૂપની સાપ્તાહિક બેઠકમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આ આગાહી સંદર્ભે તંત્રને સજાગ રહેવા જણાવ્યું હતું. 

Banner Image
3/5
આગામી સાત દિવસ વરસાદની આગાહી
આગામી સાત દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સારો વરસાદ પડવાની આગાહી છે. 6 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. 6 દિવસ દરમિયાન પવનની ગતિ ૩૦થી ૪૦ કિલોમીટર સુધીની રહેવાનો અંદાજ છે.

4/5

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા 6 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લામાં પડવાની તેમજ ભારે વરસાદ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં થવાની શક્યતા છે. બાકીના જિલ્લા અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના જણાવાઈ રહી છે. 

5/5
NDRFની 13, SDRFની 20 ટીમો ડીપ્લોય
NDRFની 13, SDRFની 20 ટીમો ડીપ્લોય

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 13 ટીમો તથા એસડીઆરએફની 20 ટીમો જિલ્લાઓમાં ડીપ્લોય કરી દેવાઈ છે, જ્યારે એનડીઆરએફની 2 ટીમો વડોદરા ખાતે અને એસડીઆરએફની 13 ટીમો હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રખાઈ છે. રાજકોટ ખાતે 2 અને વલસાડ, સુરત, પોરબંદર, પાટણ, કચ્છ, જૂનાગઢ, ગાંધીનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી અને અમદાવાદ ખાતે એક-એક એનડીઆરએફ ટીમ ડીપ્લોય કરાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.





Read More