PHOTOS

પહેલા વરસાદમાં જ ભાવનગર પાણીમાં ડૂબ્યું, કમર સુધીના પાણીમાં ફસાયેલા 50 બાળકોનું દિલધડક રેસ્ક્યૂ, PHOTOs

નગરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ.. જેસરમાં ખાબક્યો 10 ઈંચ.. મહુવામાં ધોધમાર વરસાદ બાદ નદીમાં પૂર આવતા શાળાથી પરત ફરતા વિદ્યાર્થીઓ ફસાયા. ...

Advertisement
1/8
ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો 
ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો 

વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. તો ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લિલિયામાં ST બસ ફસાઈ, નદીઓ ગાંડીતૂર બની, ધસમસતા પ્રવાહમાં 25 જેટલાં ઘેટાં તણાયાના કિસ્સા બન્યા છે, તો જેસરમાં સવા 9 ઈંચ વરસાદથી પાણી જ પાણી થયું છે. 

2/8
તલગાજરડામાં 50 બાળકોને સલામત બહાર કઢાયા 
તલગાજરડામાં 50 બાળકોને સલામત બહાર કઢાયા 

મહુવા પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂર આવતા શાળાએથી પરત ફરતા બાળકો ફસાયા હતા. તલગાજરડાની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરી રાતોલ ગામ જતા 50 જેટલા બાળકો નદીનું પાણી ફરી વળતા માર્ગ વચ્ચે ફસાયા હતા. હાલ આ તમામ 50 જેટલા બાળકોને રેસ્ક્યૂ કરીને આ વિસ્તારના કોઈ એક મકાનમાં રાખવામાં આવ્યા છે. મકાન ફરતે પણ નદીના પાણી ફરી વળતા મામલતદાર, ફાયર સહિતની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી છે.તમામ વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાણીના વહેણ વચ્ચે ફસાઈ જતા વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ તંત્રને તાકીદે ફોન કરી વિદ્યાર્થીઓને મદદે પહોંચવા જણાવ્યું.

Banner Image
3/8

ભાવનગરનો માલણ ડેમ થયો ઓવરફ્લો મહુવામાં આવેલા માલણડેમના દરવાજા ઓળંગી પાણી નદીઓમાં વહેતું થયું. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા માલણડેમ ઓવરફ્લો થયો. હાલ કોઝ વે પર  પાણી વહેતા હોવા છતાં લોકો જીવના જોખમે કોઝ વે પરથી પસાર થઈ રહ્યા છે. હજુ પણ જિલ્લામાં અવિરત મેઘમહેર શરુ છે.

4/8

ભાવનગરમાં રેડ એલર્ટ  ભાવનગર જિલ્લામાં વિધિવત રીતે કહી શકાય એવી ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે, હવામાન વિભાગ દ્વારા પણ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી હતી. જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર સહીત મોટાભાગના તાલુકા પંથકમાં વરસાદ નોંધાયો હતો, જેના પગલે ગઈ સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા શહેર જિલ્લામાં બે સ્થળો પર વીજળી પડવાના બનાવમાં એક મહિલા સહીત 4 લોકોને ઇજા પહોંચતા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

5/8

વહેલી સવારથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ આજે વહેલી સવારે પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. જેમાં જિલ્લાના તમામ 10 તાલુકા પંથકમાં હળવો ભારે વરસાદ વરસી ગયો હતો, પાલીતાણામાં 4 ઇંચ, સિહોરમાં 2 ઇંચ, તળાજામાં 2 ઇંચ, મહુવામાં 2 ઇંચ જયારે જેસર પંથકમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો, ભારે વરસાદના કારણે રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હોય તેવો માહોલ ઉભો થયો હતો, ધોધમાર વરસાદ થતા નદીમાં પાણી વહી નીકળ્યા હતા, સારો વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી, જયારે અસહ્ય બાફરાંભર્યા વાતાવરણ બાદ વરસાદ થઈ જતા લોકોને ગરમી માંથી રાહત મળી છે, હવામાન વિભાગ દ્વારા 17 જૂન સુધીની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણ ગોરમભાયું છે ત્યારે હજુ પણ સારો વરસાદ વરશે એવી શક્યતા જોવા મળી રહી છે.

6/8

વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. બોરડા, બોરડી, પસવી, પાદરગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં ગામના રસ્તાઓ પર ઢીચણસમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો અવિરત વરસાદને લઈને જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ.

7/8
પાણીના રૌદ્ર સ્વરૂપ સામે કાગળની માફક કોઝવે પુલ તણાયો 
પાણીના રૌદ્ર સ્વરૂપ સામે કાગળની માફક કોઝવે પુલ તણાયો 

સિહોર પંથકમાં ભારે વરસાદના કારણે બુઢણાથી પાલિતાણા હાઇવે ને જોડતો કોઝ વે પાણીમાં તણાયો. કોઝ વે પર ધસમસતા વહી રહેલા પૂરના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાણીના રૌદ્ર સ્વરૂપ સામે કાગળની માફક કોઝવે પુલ તણાઈ ગયો. સિહોર તાલુકાના ટાણાથી પાલીતાણા તાલુકામાં જવાનો આ મુખ્ય કોઝવે હતો. જે કોઝ વે વરસાદના ભારે વહેણમાં તણાઈ ગયો છે. કોઝ વે તણાઈ જવાના કારણે સિહોરના ટાણાથી પાલિતાણા માટેનો હાઇવે રોડ બંધ થયો છે.  

8/8




Read More