ુજરાતમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે. કારણ કે હવામાન વિભાગે કહી દીધુંક ે, ગુજરાત પર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જોકે, આ વરસાદને...
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમા મધ્યમ વરસાદની આગાહી છે.
આ કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસ કહે છે કે, રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી આવી છે. વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી વરસાદની આગાહી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, આ વર્ષમાં ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. દેશમાં 106 % વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં 114% વરસાદની આગાહી છે. સીઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં શક્યતા છે કે આગામી દિવસોમાં તે ઝડપથી આગળ વધીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણાના સમગ્ર રાજ્યને આવરી લે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. સામાન્ય રીતે મુંબઇથી ગુજરાત પહોંચતા ચોમાસાને 5 દિવસ લાગે છે. પરંતુ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા તેની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે છે. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અનેક વાર નિષ્ક્રિય થઈ જાય છે. જો ચોમાસાને યોગ્ય વાતાવરણ મળી જશે તો વહેલી એન્ટ્રી કરી શકે છે અને સમગ્ર ગુજરાતને કવર કરી શકે છે. જો કે ગોવાથી લઈને મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીના વિસ્તારોની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ શકે છે.