PHOTOS

આજથી 6 દિવસ ગુજરાત માટે ભારે, 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

કલાકમાં ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. જેમાં ડાંગમાં સૌથી વધુ 10 ઈંચ તો કપરાડામાં પોણા 10 ઈંચ વરસાદ વરસ્યો. ત્યારે હ...

Advertisement
1/4
આગામી 6 દિવસની આગાહી 
આગામી 6 દિવસની આગાહી 

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 જૂન સુધી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આગામી દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર દાહોઠ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટે ચલો એલર્ટ જાહેર

2/4
માત્ર 2 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું જામ્યું 
માત્ર 2 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું જામ્યું 

18 વર્ષ બાદ માત્ર 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુજરાતને સર કર્યું છે. ધમાકેદાર વરસાદ સાથે 16 જૂને પ્રવેશેલા ચોમાસાએ 17 જૂને સમગ્ર ગુજરાતને આવરી લીધું હતું. આ અગાઉ 2007માં 24 જૂને રાજ્યમાં ચોમાસાનું પ્રવેશ્યું હતું, અને 26 જૂને ગુજરાતને સર કરી લીધું હતું. ચાલુ ચોમાસે રાજ્યમાં સરેરાશ 882 મીમી (સવા 35 ઇંચ) વરસાદની જરૂરીયાત છે. છેલ્લા 4 દિવસના એકધારા વરસાદના કારણે રાજ્યમાં સરેરાશ 92.39 મીમી (સાડા 3 ઇંચથી થોડો વધુ) વરસાદ થઈ ગયો છે. એમ કે સિઝનનો 10.46% વરસાદ મળી ચૂક્યો છે.

Banner Image
3/4
રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ 
રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ 

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્યના 75 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો. તો 10 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ રહ્યો. સૌથી વધુ ડાંગના આહવામાં 10 ઈંચ વરસાદ રહ્યો. વલસાડના કપરાડામાં પોણા 10 ઈંચ વરસાદ રહ્યો. ડાંગના વઘઈમાં 8, સુબીરમાં સવા 7 ઈંચ વરસાદ નોંધાયો. નવસારી, તાપીના પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ રહ્યો. ગાંધીનગર, ગીરસોમનાથ, પંચમહાલમાં પણ વરસાદી માહોલ છે.   

4/4
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, હવે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. સૌરાસ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ભાવનગર, મહેસાણામાં ભારે વરસાદ પડશે. ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. હાલની સ્થિતિએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાશે. વરસાદ પડવાથી નદીઓ પણ બે કાંઠે વહેતી થશે. વરસાદને લઈ લોકોએ અગમચેતી રાખવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીનગર, માણસા, કલોલ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કાચા મકાનોમાં રહેતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. ઢોર ઢાંખરને સાચવવું, પવન ફૂંકાશે, વીજળી પડવાથી મૃત્યુ પણ થઈ શકે છે. 





Read More