PHOTOS

ગુજરાતમાં અતિભારે વરસાદના નવા રાઉન્ડ માટે રહો તૈયાર, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું શરૂ થયા બાદ સતત વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
 

Advertisement
1/6
હવામાન વિભાગની આગાહી
 હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા 2 જુલાઈ માટે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

2/6
3 અને 4 જુલાઈની આગાહી
  3 અને 4 જુલાઈની આગાહી

હવામાન વિભાગે 3 જુલાઈએ રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 4 જુલાઈએ વલસાડ, નવસારી, દાહોદ, અરવલ્લી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Banner Image
3/6

5 જુલાઈની વાત કરવામાં આવે તો મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

4/6

6 જુલાઈએ રાજ્યમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાત જુલાઈએ નવસારી અને વલસાડમાં ઓરેન્જ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5/6
અંબાલાલ પટેલની આગાહી
 અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 6 જૂલાઇથી સૂર્ય પૂનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે. 6 જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 23થી 29 જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.   

6/6

જુલાઇ મહિનાની શરૂઆતથી જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇના રોજથી બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મંગળવારે ગાંધીનગર સ્ટેટ ઇ મરજન્સી ઓપરેશન સેન્ટર-એસઈઓસી ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રૂપની સાપ્તાહિક બેઠકમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આ આગાહી સંદર્ભે તંત્રને સજાગ રહેવા જણાવ્યું હતું. 





Read More