PHOTOS

ગુજરાતમાં આગામી 72 કલાક ભારે! 26 જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ, પૂર જેવા વરસાદની ચેતવણી

Gujarat Flood Alert In Gujarat : રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી. આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી. ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઓરેન્જ અલર્ટ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આવી શકે ભારે વરસાદ.

Advertisement
1/5
રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી
રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી

આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઓરેન્જ અલર્ટ છે. જેાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે. આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો અલર્ટ છે. તો આવતીકાલે રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે.

2/5
અંબાલાલ પટેલની મોટી આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી

આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.   

Banner Image
3/5
ખેડૂતો થઈ જજો સાવધાન
ખેડૂતો થઈ જજો સાવધાન

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 27 તારીખથી મેઘરાજા ધબધબાટી બોલાવશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 27, 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 

4/5
કયા કયા જિલ્લામાં આવશે વરસાદ
કયા કયા જિલ્લામાં આવશે વરસાદ

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના છે.   

5/5
26 જુલાઈથી વરસાદનું જોર વધશે 
26 જુલાઈથી વરસાદનું જોર વધશે 

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. તો 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  





Read More