PHOTOS

ગુજરાતમાં મેઘતાંડવ થશે, આ તારીખથી વધશે વરસાદનું જોર, અંબાલાલ પટેલની તોફાની આગાહી

Gujarat Rain Alert : ગુજરાત માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે તારીખ સાથે વરસાદી તાંડવની કરી આગાહી

...
Advertisement
1/4
આગામી 7 દિવસ બહુ જ ભારે 
આગામી 7 દિવસ બહુ જ ભારે 

ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે હજુ પણ આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું યલો તેમજ રેડ એલર્ટ પણ અપાયું. 

2/4
આગામી 24 જુનથી વરસાદનું જોર વધશે
આગામી 24 જુનથી વરસાદનું જોર વધશે

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં આગામી 24 જુનથી વરસાદનું જોર વધશે. 26 તારીખથી 30 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે. જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી તેની અસરો જોવા મળશે. 

Banner Image
3/4
ગુજરાતમાં મેઘતાંડવ થશે
ગુજરાતમાં મેઘતાંડવ થશે

તેમણે વધુમાં કહ્યું કે, ભારે વરસાદથી રાજ્યની નદીઓમાં નવું નીર આવશે. નર્મદા નદી બે કાંઠે બનશે, સાબરમતી-તાપી સહિતની નદીઓમાં નવા નીર આવશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વડોદરા અને પંચમહાલ ના ભાગોમાં અને મહીસાગરમાં અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 

4/4
હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. દરિયાકાંઠે 45-55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.  





Read More