Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં જૂન મહિનામાં સારો વરસાદ પડ્યો છે. પરંતુ જુલાઈ મહિનામાં કયા કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આગામી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ વાત એ છે કે બે જુલાઈ અને ત્રણ જુલાઈ એ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આગાહી મુજબ 4 જુલાઇથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો આ રાઉન્ડ આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સોરાષ્ટ્રમાં કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ અપાયું છે.
અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની શક્યતાઓ રહેલી છે. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આજે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સક્રિય છે, જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. તેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતના સૌરાષ્ટ કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે રજૂ કરી છે. આજે ભારેથી અતિભારે વરસાદ સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરાઈ છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ અને કચ્છમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
મહત્વનું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. તારીખ 3 જુલાઈ બાદ રાજ્યભરમાં મેઘો મૂશળધાર વરસશે. આજે પણ રાજ્યમાં ભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. હાલ બંગાળના ઉપસાગર અને અરબ સાગરથી આવતી ભેજવાળી હવાઓના લીધે વરસાદી માહોલ છવાયો છે. તો તારીખ 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.
દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેથી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.