Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ આવવાની તૈયારી છે. થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થવાનું છે. હવામાન વિભાગ અને અન્ય હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતી કાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જુલાઈ 16 સુધી ચોમાસું સારું રહેશે. જોકે, જુલાઈ 17 અને 18 ના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં 13 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 94 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, આજથી વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અતિભારે વરસાદની આગાહી છે. તો આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા આણંદ, નવસારી વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થશે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસની સ્થિતિ વિશે વાત કરીએ તો સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.