PHOTOS

ચક્રવાત અંગે મોટા અપડેટ; ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું? 50 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, દરિયામાં ભારે કરંટ

ther alert: આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બદલાતા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના તમામ...

Advertisement
1/7

સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે. આવતી કાલ સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા થઈ શકે છે.

2/7

વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

Banner Image
3/7

હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.

4/7

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સંકટ ઘેરું બન્યું છે. પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતાઓ છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ દરમિયાન પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી રહેશે.  27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

5/7
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

કચ્છ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.  માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

6/7
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7/7
ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે.  આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં  પરિવર્તિત થશે.  રાજકોટ, જુનાગઢ ,અમરેલી , પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

TAGS





Read More