PHOTOS

Rain Alert: 23 જૂન સુધી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

ાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ...

Advertisement
1/7
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો
 ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અનેક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે.

2/7
18 જૂન
 18 જૂન

હવામાન વિભાગે 18 જૂન, બુધવાર માટે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વસસાડ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલી તથા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

Banner Image
3/7
19 જૂન
 19 જૂન

19 જૂને પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 19 જૂને હવામાન વિભાગે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

4/7
20 જૂન
 20 જૂન

20 જૂને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા નવસારી, ડાંગ, વલસાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

5/7
21 જૂન
 21 જૂન

ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 21 જૂને 12 જિલ્લામાં યલો એલર્ટ છે. જેમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.  

6/7
22 જૂન
22 જૂન

22 જૂને ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય 20 જિલ્લા જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમગાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

7/7
23 જૂન
 23 જૂન

23 જૂન રવિવારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  





Read More