Amabalal Ni Agahi : રાજ્યમાં 1 છી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી,,,, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી.... 6થી 10 ઓગસ્ટ દરમિયાન થશે વરસાદી ઝાપટાં.... સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી....
અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. તેથી ૧ થી ૩ ઓગસ્ટ વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તો 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વરસાદ ચઢે ત્યાં પડે તેવું પણ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી સિસ્ટમ બનતા ભારે વરસાદ લાવશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદ લાવશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. તેથી આગામી 24 કલાક રાજ્યમાં વીજળીના કડાકા માટેની આગાહી છે.
આંકડા અનુસાર, રાજ્યમાં 1 જૂનથી 31 જુલાઈ સુધી 27 ટકા વધુ વરસાદ નોંધાયો. અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ઠંડર સ્ટ્રોમની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.