29 સપ્ટેમ્બરથી ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસ 13 (BIGG BOSS 13) શરૂ થવા જઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં સલમાન ખાને (Salman Khan) આ શોને લોન્ચ કર્યો હતો. આ દરમિયાન સલમાન ખાનની સાથે અમીષા પટેલ, પૂજા બેનરજી, સના ખાન અને અર્જુન બિજલાની પણ હાજર રહ્યા હતા. જોકે, જ્યારથી શોના 13મી સીઝનની જાહેરાત થઈ છે, ત્યારથી સીઝનમાં કયા કન્ટેસ્ટંટ રહેશે તેના નામોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. આવામાં આજે તમને એ સેલિબ્રિટીઝ વિશે જણાવીશું, જેઓ આ શોના સંભવિત ભાગ બની શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વખતે બિગબોસના ઘરમાં આમ આદમી નહિ, પરંતુ માત્ર સેલિબ્રિટીઝ જ નજર આવવાના છે. તો જાણો કે, કયા કયા નામ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
આરતી સિંહ ટીવીના ફેમસ એક્ટર કૃષ્ણા અભિષેકની બહેન છે.
એક્ટ્રેસ કોએના મિત્રા પણ શોમાં ભાગ લઈ શકે છે.
નાના પડદા પર સંસ્કારી બહુનો રોલ કરનારી દેવોલીના ભટ્ટાચાર્ય પણ આ શોમાં જોડાઈ શકે છે.
ટીવી શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માં લીડ રોડ કરનાર એક્ટ્રેસ દલજીત કૌર પણ બિગબોસ 13માં દેખાશે તેવી ચર્ચા ચાલી રહી છે.
એવું કહેવાય છે કે, સ્પિલ્ટવિલા 5નો વિનર પારસ છાબરા પણ આ શોમાં ભાગ લઈ શકે છે.
આ શોમાં ભાગ લેનારાઓની ચર્ચામાં કન્ટેસ્ટ્ંટ રશ્મિ દેસાઈનું નામ સૌથી ઉપર છે.
ટીવી શો બેહદથી પોપ્યુલર થયેલ શિવિન નારંગનું નામ પર સંભવિત લિસ્ટમાં સામેલ છે.
આ વખતે શોમાં સામેલ થનાર ચર્ચાસ્પદ સેલિબ્રિટીઝના લિસ્ટમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટસની માનીએ તો ટીવી એક્ટર વિવિયાન ડિસેના પણ બિગબોસમાં નજર આવી શકે છે.