PHOTOS

Year Ender 2019 : Top 10 બોલિવૂડ એક્ટર્સમાં અક્ષય ટોપ પર, બીજા નામ જાણવા કરો ક્લિક...

The Surgical Strike અને Mission Mangalને જોઈને લોકોમાં દેશભક્તિની ભાવના મજબૂત બની છે. બોલિવૂડમાં 2019ના લેખાજોખા કરીને ટોપ 10 એક્ટર્સની યાદી જાહેર કરવામાં આવી છે. 

Advertisement
1/10
1. Akshay Kumar
1. Akshay Kumar

2019નું વર્ષ અક્ષયકુમારનું વર્ષ રહ્યું છે. તેની કેસરી, મિશન મંગલ, હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝ જેવી ચાર ફિલ્મોને સફળતા મળી છે. તેણે આ તમામ ફિલ્મોમાં સાવ અલગ પાત્રો કર્યા છે અને તમામ પાત્રોને સારી એવી લોકપ્રિયતા મળી છે.

2/10
2. Ayushmann Khurrana
2. Ayushmann Khurrana

આયુષ્યમાન ખુરાના તેના હટકે પસંદગી અને મજબૂત એક્ટિંગને કારણે ભારે લોકપ્રિય છે. આર્ટિકલ 15ને કારણે તેને નેશનલ અવોર્ડ મળ્યો છે જ્યારે બાલા અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોને બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. 

Banner Image
3/10
3. Ranveer Singh
3. Ranveer Singh

રણવીર સિંહની ગલ્લી બોય (Gully Boy)ને ઓસ્કાર એવોર્ડમાં ભારત તરફથી મોકલવામાં આવી હતી. આ ફિલ્મમાં રણવીરે મજબૂત એક્ટિંગ કરીને પોતાને સુપરસ્ટાર સાબિત કરી દીધો છે. 

4/10
4. Salman Khan
4. Salman Khan

સલમાન ખાનના ચાહકો લાંબા સમયથી તેને ચુલબુલ પાંડેના લુકમાં જોવા તલપાપડ હતા અને દબંગ 3થી તેમની આ ઇચ્છા પૂરી થઈ છે. સલમાનની આ ફિલ્મ વર્ષની સૌથી મોટી મસાલા ફિલ્મ સાબિત થઈ છે.

5/10
5. Shahid Kapoor
5. Shahid Kapoor

શાહિદે કબીર સિંહ (Kabir Singh) ફિલ્મથી બોલિવૂડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે. આ ફિલ્મને કારણે શાહિદની કરિયર પુરપાટ દોડવા લાગી છે. 

6/10
6. Hrithik Roshan
6. Hrithik Roshan

આ વર્ષે હૃતિક રોશને સળંગ બે સફળ ફિલ્મોમાં કામ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આ વર્ષે તેની  બે ફિલ્મો સુપર 30 અને વોર બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ હતી. 

7/10
7. Amitabh Bachchan
7. Amitabh Bachchan

બોલિવૂડમાં અમિતાભ બચ્ચન એક્ટિંગનો પર્યાય સાબિત થયા છે. 77 વર્ષની વયે અમિતાભ હજી પણ દમદાર રોલ કરી રહ્યા છે. બદલા ફિલ્મમાં તેમણે વકીલનો દમદાર રોલ કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. 

8/10
8. જોન અબ્રાહમ
8. જોન અબ્રાહમ

ફિલ્મના પડદા પર જોને ફિલ્મ બાટલા હાઉસમાં પોલીસ અધિકારીના રોલમાં દમદાર એક્ટિંગ કરી હતી. જોન બોલિવૂડમાં નવા જમાનાનો હીરો સાબિત થયો છે. 

9/10
9. Vicky Kaushal
9. Vicky Kaushal

વિકી કૌશલે આ વર્ષની ધમાકેદાર શરૂઆત ફિલ્મ ઉરીથી કરી હતી. વિકીએ બોલિવૂડના ટોપ 10 સ્ટાર્સમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ફિલ્મ ઉરીમાં ઇન્ડિયન આર્મીના મેજરનો રોલ ભજવીને તેણે પોતાની અભિનય કરવાની ક્ષમતાનો પુરાવો આપ્યો છે. 

10/10
10. Kartik Aaryan
10. Kartik Aaryan

કાર્તિક આર્યને ફિલ્મ પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh)થી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તે હવે બોલિવૂડનો યુથ આઇકન બની ગયો છે. 





Read More