બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું ખુબ જરૂરી છે. તેની સારવાર હંમેશા દવાઓથી કરવામાં આવે છે. સાથે ખાનપાનમાં ફેરફાર કરીને પણ બ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે અને દવાઓની જરૂરીયાત ઓછી કરી શકાય છે.
હાઈ બ્લડ પ્રેશર, જેને હાઇપરટેન્શન પણ કહેવામાં આવે છે, જે ઘણી ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ છે. એક રિસર્ચ અનુસાર ભારતમાં હાઈ બ્લડ પ્રેશરથી ગ્રસ્ત 90 ટકાથી વધુ વયસ્કોની સારવાર ચાલી રહી નથી, કે તેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, સ્ટ્રોક અને કિડનીની બીમારીનું કારણ બની શકે છે.
માંસાહારીની તુલનામાં શાકાહારી અને શુદ્ધ શાકાહારી લોકોમાં સામાન્યતઃ બ્લડ પ્રેશર ઓછું હોય છે અને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો ઓછો રહે છે. શાકાહારી ભોજનમાં સોડિયમ ઓછુ હોય છે, ફાઈબર અને પોટેશિયમ વધુ હોય છે. તેવામાં ભોજનથી BMI પણ ઓછો રહે છે. માનવામાં આવે છે કે આ બધા કારણો બ્લડ પ્રેશરને ઓછું રાખવામાં મદદ કરે છે.
યુએસ બેસ્ટ ન્યૂટ્રિશનલ એક્સપર્ટ ડોક્ટર જીશાન અલી અનુસાર, હાઈ બ્લડ પ્રેશરમાં હંમેશા ઘણા લક્ષણો દેખાતા નથી અને આ કારણ છે કે તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. આ કારણ છે કે નિયમિત રૂપથી બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જરૂરી છે. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mm/Hg હોય છે.
તમે ઘઉં, બ્રાઉન રાઇઝ અને જુવાર જેવા આખા અનાજ, પીળી, લાલ અને કાળી દાળ, મેથીના પાંદડા, ભીંડા, ટામેટા, વટાણા જેવા શાક અને કેળા, સંતરા, સફરજન, નાશપતી, કેરી, પપૈયા, જામફળ, આંબળા અને સીતાફળ જેવા ફળ ખાય શકો છો.
નમક (સોડિયમ) નું સેવન ઓછું કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. તમારે 2300 મિલીગ્રામ સોડિયમ (લગભગ 1 ચમચી નમક) જ ખાવું જોઈએ. આ સાથે વધુ નમક હોય તેવી વસ્તુ ખાવાની ટાળવી જોઈએ.
વધુ વજન કે મોટાપો થવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. જે લોકો શાકાહારી ભોજન કરે છે. તેનું વજન સામાન્ય રીતે ઓછું હોય છે અને તેને મોટાપાનો ખતરો વધુ રહેતો નથી.
માંસાહારી ભોજન, તળેલી વસ્તુ અને વધુ ફેટવાળા ભોજનથી દૂર રહો. શાકભાજી, ફળ અને આખા અનાજનું વધુ સેવન કરો. તેનાથી તમારૂ વજન પણ કંટ્રોલમાં રહેશે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રહેશે.
શારીરિક ગતિવિધિ પણ તમારૂ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. વયસ્ક વ્યક્તિએ દર સપ્તાહે ઓછામાં ઓછા 150 મિનિટ મધ્યમ ગતિની કસરત કરવી જોઈએ.