ભારતમાં અનેક સુંદર હિલસ્ટેશનો છે. પરંતુ આજે અમે તમને ગુજરાતની પાડોશમાં આવેલા મહારાષ્ટ્રના સુંદર હિલ સ્ટેશનોમાંથી એક વિશે જણાવીશું. આ જગ્યાનું નામ છે ઈગતપુર હિલ સ્ટેશન. જેની સુંદરતા કમાલ છે. અહીં તમે રજામાં ફરવાનો પ્લાન ઘડી શકો છો.
ઈગતપુરી હિલ સ્ટેશન મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે. જેની સુંદરતા મ્હાલવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને તે નાસિકથી 45 કિલોમીટર જ્યારે આપણા વલસાડથી આશરે 200 કિમીના અંતરે આવેલું છે.
જો તમે મહારાષ્ટ્ર જવાનો પ્લાન બનાવતા હોવ તો ઈગતપુરી હિલ સ્ટેશનનું નામ તમારા લિસ્ટમાં જરૂર નાખજો. અહીં તમને સુંદર જંગલો, ચાના બગીચા, અને ઝરણા જોવા મળી શકે છે.
આ જગ્યા મોટા ભાગે વાદળોથી ઢંકાયેલી જોવા મળે છે અને લોકો દૂર દૂરથી અહીં આવવાનું પસંદ કરે છે. આ જગ્યા પર તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, સાઈકલિંગ પેરાસેલિંગ જેવી ચીજોનો લાભ લઈ શકો છો.
આ ખુબસુરત હિલ સ્ટેશનની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 600 મીટર છે. અહીં પહાડીઓ વચ્ચે વળાંકવાળા અનેક રસ્તા છે અને તમને શાનદાર રોમાંચક અનુભવ મળી શકે છે.
જો તમે ઉનાળામાં રજાઓ ગાળવાનું પ્લાનિંગ કરતા હોવ તો ઈગતપુરી હિલ સ્ટેશનનું નામ તમારી યાદીમાં જરૂર નાખો અને ગરમીની ઋતુમાં ખુલીને મજા માણી શકો છો.