Places to visit Near Gujarat For 3 days: આ વખતે 15 ઓગસ્ટ પર 3 દિવસનું લોંગ વીકેન્ડ મળી રહ્યું છે. તહેવારની આ રજાઓમાં અનેક લોકો એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં તેઓ પરિવાર સાથે ફરવા જઈ શકે. ખાસ તો ગુજરાત નજીક આવેલી જગ્યાઓ વિશે વધારે સર્ચ કરવામાં આવે છે. આજે તમને 3 દિવસમાં ફરવા જઈ શકાય એવી 5 જગ્યાઓ વિશે જણાવીએ.
ચોમાસા દરમિયાન હિલ સ્ટેશનમાં અલગ જ માહોલ જોવા મળે છે. આ વખતની જન્માષ્ટમીની રજાઓમાં તમે પણ ગુજરાતમાં આવેલા અને ગુજરાતની નજીક આવેલા હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગો છો તો આ 5 બેસ્ટ ઓપ્શન છે. આ જગ્યાએ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. 3 દિવસની રજામાં જવા માટે આનાથી સારી કોઈ જગ્યા ન હોય શકે.
વિલ્સન હિલ્સ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલી જગ્યા છે. જંગલથી ઘેરાયેલું આ હિલ સ્ટેશન ગુજરાતનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન સુરતથી 125 કિમી દુર છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગ છે. અહીં ફોટોગ્રાફી પણ સારી થાય છે. અહીં જોવા લાયકજગ્યાઓમાં બરુમલ શિવ મંદિર, વિલ્સન હિલ્સ સંગ્રહાલય, બિલપુડી ટ્વિન ઝરણા, વિજ્ઞાન કેન્દ્ર મુખ્ય આકર્ષણ છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં સાપુતારા આવેલું છે. ગુજરાતના પ્રવાસીઓ માટે આ જગ્યા આકર્ષણનું કેન્દ્ર છે. ચોમાસામાં અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે.
ડોન હિલ સ્ટેશન પણ ડાંગ જિલ્લામાં આવેલું છે. 1000 મીટર ઊંચાઈ પર આવેલી છે. સુરત નજીક આવેલું આ સુંદર હિલ સ્ટેશન છે. ચોમાસામાં અહીંનું વાતાવરણ પ્રાકૃતિક રીતે સમૃદ્ધ દેખાય છે. અહીંની સુંદરતા મંત્રમુગ્ઘ કરી દે તેવી હોય છે. અહીં ટ્રેકિંગ, પૈરાગ્લાઈડિંગ, કેંમ્પિંગની મજા લઈ શકો છો.
3 દિવસ માટે ફરવા જવું હોય તો મહાબળેશ્વર પણ સારો ઓપ્શન છે. મહાબળેશ્વરની પ્રાકૃતિક સુંદરતા મંત્રમુગ્ધ કરી દે તેવી હોય છે. મહાબળેશ્વર નદીઓ, ઝરણા, પર્વતમાળાઓ જોવા મળે છે. ગુજરાતથી વીકેન્ડ દરમિયાન ફરવા જવું હોય તો મહાબળેશ્વર લોકપ્રિય હિલ સ્ટેશન છે.
રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ફરવાની સુંદર જગ્યા છે. માઉન્ટ આબુ પણ ગુજરાતથી નજીક આવેલું છે. આબુ પણ લોકપ્રિય ફરવાલાયક સ્થળ છે. અહીં સનસેટ પોઈન્ટ, વન્યજીવ અભિયારણ્ય, પાર્ક, ખરીદી માટે માર્કેટ જેવા આકર્ષણ મુખ્ય છે.