હરવું ફરવું કોને ન ગમે. એમા પણ ચોમાસું આવે એટલે કેટલાક સ્થળોએ તમને કુદરતી સૌંદર્ય એવું જબરદસ્ત જોવા મળે કે જાણે સ્વર્ગ જેવો આનંદ મળી જાય. રાજસ્થાન આમ તો ગરમી અને રણ માટે જાણીતું છે પરંતુ અહીં પણ ફરવાના એવા અદભૂત સ્થળો છે જે તમને ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવે. અરવલ્લી હિલ્સની ગોદમાં વસેલું માઉન્ટ આબુ આવું જ એક હિલ સ્ટેશન છે. જે પોતાની હરિયાળી અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.

માઉન્ટ આબુ તેના કુદરતી સૌંદર્ય માટે તો જાણીતું છે જ પરંતુ સાથે સાથે ધાર્મિક જગ્યાઓ પણ ખ્યાતનામ છે. અહીં આવેલું દેલવાડા જૈન મંદિર દુનિયાભરમાં પોતાની સંગેમરમરના નક્શીકામ અને વાસ્તુકળા માટે જાણીતું છે.
જો તમે ટ્રેકિંગ, હાઈકિંગ કે રોક ક્લાઈમ્બિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન હોવ તો માઉન્ટ આબુ તમારા માટે એક ફેવરિટ ડેસ્ટિનેશન બની શકે છે. અહીં પહાડીઓ અે ટ્રેલ્સ એવા રોમાન્ચથી ભરપૂર છે જે તમને કુદરતની નજીક લઈ જશે.
માઉન્ટ આબુનું નક્કી લેક આ હિલ સ્ટેશનની સૌથી જાણીતી જગ્યાઓમાંથી એક છે. આ ઝીલને દેવતાઓએ પોતાના નખથી ખોતરીને બનાવી હોવાની માન્યતા છે. જેના કારણે તેનું નામ નક્કી લેક પડ્યું.
માઉન્ટ આબુની ચારેબાજુ ફેલાયેલા ગાઢ જંગલો એક અલગ પ્રકારની શાંતિ આપે છે. અહીં વન્યજીવ અભ્યારણ્ય, જેમાં દીપડો, રીંછ, અનેક દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓ મળી આવે છે. કુદરત પ્રેમીઓ માટે આ જગ્યા ખજાનાથી કમ નહીં હોય. (તસવીરો પ્રતિકાત્મક- AI ઈમેજ)