PHOTOS

ગુજરાતની પાડોશમાં ગજબનું સુંદર હિલ સ્ટેશન, આબુ છોડો...મસૂરી-શિમલા પણ તેની આગળ પાણી ભરે

સૂરીને પણ ફેલ કરી દે છે. માઉન્ટ આબુ પણ તેની સુંદરતા આગળ સાવ ફીક્કુ છે. જો તમે ટ્રેકિંગના શોખીન હોવ તો આ જગ્યા તમને નિરાશ નહીં કરે....

Advertisement
1/6

રાજસ્થાનનું આ હિલ સ્ટેશન રાજસમંદ જિલ્લાના દેવગઢના કાચબલી ગામ પાસે છે. અહીં લગભગ 100 વર્ષ જૂનો રેલવે ટ્રેક અને સ્ટેશન છે. જેનું નિર્માણ 1932માં મેવાડના તત્કાલિન મહારાણાની મદદથી અંગ્રેજોએ કર્યું હતું.   

2/6

આ રેલવે ટ્રેક પર સફરનો આનંદ તમારા માટે અવિસ્મરણીય હશે. ટ્રેનથી સફર કરતા તમને બહારની હરિયાળી અને ચારેબાજુ પહાડો જોઈ શકશો. આ રેલવે માર્ગ પર ટ્રેન 2 સુરંગો અને 172 નાના મોટા પુલો પરથી થઈને પસાર થાય છે. 

Banner Image
3/6

નેચર લવર માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે. અહીં તમે નદી, પહાડ, અને ઝરણાને જોઈ શકો છો. પ્રવાસીઓ અહીં જોગમંડી ઝરણા ફરી શકે છે. 

4/6

આ હિલ સ્ટેશન ગોરમ ઘાટ છે. ગોરમ ઘાટમાં તમે કુદરતની અસલ સુંદરતા જોઈ શકો છો. ઊંચી પહાડીઓ અને વાદળો તથા ઊંચા ઝરણામાં તમે ખોવાઈ જશો અને તમારું મન વારંવાર અહીં આવવાનું કરશે. 

5/6

જો તમે ટ્રેકિંગના શોખીન હોવ તો આ જગ્યા તમને નિરાશ નહીં કરે. આ જગ્યા ગોરમ ઘાટ છે જે અરાવલીના પહાડો પર આવેલી છે. આ જગ્યા પોતાની પહાડીઓ અને સુંદર નજારા માટે ફેમસ છે. 

6/6

આ જગ્યા સુંદર જંગલો, ઝરણા અને ઊંચા પહાડોથી ઘેરાયેલી છે. પ્રવાસીઓ અહીં 200 વર્ષ જૂના રેલવે ટ્રેક અે રેલવેની સફરનો પણ આનંદ લઈ શકે છે. 





Read More