April OTT Release: એપ્રિલ મહિનાના આ સપ્તાહમાં અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઈ છે. આ વીકેન્ડ પરિવાર સાથે તમે આ ફિલ્મો અને વેબ સીરીઝને ઘર બેઠા માણી શકો છો.
નુસરત બરુચા અને સોહા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ છોરી 2 એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. વર્ષ 2021 માં આવેલી ફિલ્મ છોરીની આ સીક્વલ છે.
વિક્કી કૌશલની આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ છાવા નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના છે. આ ફિલ્મ છત્રપતિ સાંભાજી મહારાજની સ્ટોરી પર આધારિત છે.
એઝાઝ ખાન અને પૂજા ગૌરની વેબ સીરીઝ અદ્રશ્યમની સીઝન 2 રિલીઝ થઈ છે. આ સ્પાઈ થ્રિલર વેબ સીરીઝ છે જેને સોની લિવ પર જોઈ શકાય છે.
તમિલ ફિલ્મ ટેસ્ટ પણ ઓટીટી પર આવી ચુકી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આર માધવન, નયનતારા અને સિદ્ધાર્થ છે. આ ફિલ્મ એક શિક્ષક, એક વૈજ્ઞાનિક અને એક ક્રિકેટરની સ્ટોરી છે.