Kheda News : ખેડાનાં ઉંઢેલા ગામમાં કોમી એકતાનાં દ્રષ્યો સામે આવ્યા છે. હિન્દુ મામાએ મુસ્લિમ ભાણીનું માંમેરૂ ભર્યું છે. ચિખોદરા ગામનો હિન્દુ પરિવાર વાજતે ગાજતે મામેરૂ લઈ ઉંઢેલા ગામે પહોંચ્યો હતો. ત્યારે આખુ ગામ આ મામેરુ જોઈને ચોંકી ગયું હતું.
મુસ્લિમ પરિવારે મામેરૂ લઈ આવેલા હિન્દુ પરિવારનું સ્વાગત કર્યું હતું. વાજતે ગાજતે હિન્દુ પરિવારે મુસ્લિમ ભાણીનું મામેરૂ ભર્યું હતું.
ચિખોદરા ગામનાં હિન્દુ પરિવારના વૃદ્ધને છેલ્લા 40 વર્ષથી મુસ્લિમ મહિલા રાખડી બાંધે છે. તેથી મુસ્લિમ બહેનની દિકરીનાં લગ્નમાં હિન્દુ ભાઈ મામેરૂ લઈને પહોંચ્યા હતા.