Mercury Vakri in Meen: ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં વક્રી થવાના છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી વક્રી અને માર્ગી ચાલ ચાલે છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળી 14 માર્ચે છે. તેના આગામી દિવસ એટલે કે 15 માર્ચે ગ્રહોના રાજકુમાર બુધ વક્રી ચાલ ચાલવાના છે. બુધ મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓ કરિયર અને કારોબારમાં પ્રગતિ કરી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
બુધ ગ્રહનું વક્રી થવું વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીથી 11માં ભાવ પર વક્રી થશે. તેથી કોઈ નવું કામ કે વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો તમને લાભ મળી શકે છે. આ સમયે તમારી આવકમાં વધારો જોવા મળશે. તમે દરેક નિર્ણય આત્મવિશ્વાસ સાથે લેશો. તેવામાં તમે સાહસિક નિર્ણય લઈ શકશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. સાથે રોકાણથી લાભનો યોગ બનશે. આવકના નવા-નવા માધ્યમથી કમાણી કરી શકો છો. સ્ટોક માર્કેટ, સટ્ટા અને લોટરીમાં તમને લાભ થઈ શકે છે.
તમારા લોકો માટે બુધની વક્રી ચાલ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવ પર વક્રી થશે. તેથી તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયમાં રોકાણ અને નવા પ્લાન્સથીલાભ થશે. અટવાયેલા નાણા પરત મળવાની સંભાવના છે. આ દરમિયાન તમારા માતા અને સાસરિયાની સાથે સંબંધ મજબૂત થશે. જો તમારૂ કામ રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન-સંપત્તિ સાથે જોડાયેલું છે તો તમને સારો લાભ થઈ શકે છે.
બુધ ગ્રહનું વક્રી તમારા માટે નાણાકીય બાબતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીથી બીજા સ્થાન પર વક્રી થવાના છે. આ દરમિયાન તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. સાથે તમે ઉચ્ચ શિક્ષણની યોજના બનાવી રહ્યાં છો તો તમને આગળ વધવાની તક મળશે. આ દરમિયાન વિદેશી સંપર્કથી આયાત-નિકાસના કામમાં સફળતા મળશે. આ દરમિયાન તમે તકનીકી જ્ઞાનથી લાભ લઈ શકશો. નોકરીયાત અને વેપારી વર્ગની સ્થિતિ શુભ રહેશે. આ સમયે વેપારીઓને ઉધાર ધન મળી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.