PHOTOS

Holi 2025: હોળીનું પર્વ અને 15 દિવસમાં 2 ગ્રહણ, આ 5 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

જ્યોતિષીય ગણના અનુસાર માર્ચનો મહિનો ગ્રહ-નક્ષત્રોની ચાલ અને તહેવારોની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. માર્ચમાં 15 દિવસની અંદર હોળીનો તહેવાર અને બે ગ્રહણ લાગશે. 14 માર્ચે હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગશે. ત્યારબાદ 29 માર્ચે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશે. આ સાથે તે દિવસે શનિ દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ આ બંને ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેથી તેનો સૂતકકાળ માન્ય રહેશે નહીં. હોળી પર પણ તેની કોઈ ખરાબ અસર પડશે નહીં. 15 દિવસમાં બે ગ્રહણ સિંહ, મકર, કન્યા, તુલા અને મીન રાશિના જાતકો પર નકારાત્મક અસર પાડી શકે છે.
 

Advertisement
1/5
સિંહ રાશિ
સિંહ રાશિ

માર્ચમાં લાગનાર સૂર્ય અને ચંદ્ર ગ્રહણ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ નથી. આ ગ્રહણોના પ્રભાવથી સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કરિયર અને વ્યવસાયમાં પડકાર આવી શકે છે, તેથી નિર્ણય લેવામાં સાવચેતી રાખો. આ દરમિયાન કોઈ મોટું આર્થિક રોકાણ કરતા પહેલા ધ્યાન રાખજો.

2/5
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિમાં ચંદ્રમા અને કેતુની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. જે માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત આપે છે. તેવામાં આ સમયે રોકાણ અને આર્થિક નિર્ણયોમાં સતર્કતા જરૂરી છે. આ સાથે નોકરી અને કારોબાર સાથે જોડાયેલા કાર્યોને લઈને સતર્ક રહેવું પડશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Banner Image
3/5
તુલા રાશિ
તુલા રાશિ

આ રાશિ માટે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ શુભ માનવામાં આવી રહ્યું નથી. તુલા રાશિના જાતકોએ આ દરમિયાન આર્થિક નુકસાન અને પારિવારિક વિવાદનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવો. કરિયરમાં મોટું નુકસાન થઈ શકે છે. કારોબારમાં વૃદ્ધિ થશે.

4/5
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિ માટે આ સમય કરિયરમાં વિઘ્નો અને આર્થિક પડકાર લાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પ્રત્યે સતર્ક રહો અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવો. નોકરી કરનાર જાતકોએ એલર્ટ રહેવું પડશે. બાકી નોકરીમાંથી હાથ ધોવો પડી શકે છે. વેપારમાં આર્થિક રોકાણથી બચો.

5/5
મીન રાશિ
મીન રાશિ

મીન રાશિના જાતકોને આ ગ્રહણોના પ્રભાવથી માનસિક તણાવ, આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ધ્યાન અને યોગનો અભ્યાસ લાભકારી થશે. આ દરમિયાન આર્થિક રોકાણથી સાવધાન રહેવું. કારોબારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.  

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

 





Read More