કલાકારો વિશે જણાવીશું જે અનેકવાર હોળીની પાર્ટીમાં નશાની હાલતમાં જોવા મળ્યા ...
Bollywood Celebs Get Drunk On Holi: બોલીવડની હોળી ધમાકેદાર હોય છે. બોલીવુડ સેલેબ્સ હોળી પાર્ટીમાં ખુબ મસ્તી કરે છે, ગુલાલ ઉડાડે છે તો કેટલાક સેલેબ્સની હોળી પાર્ટી પણ ખુબ ચર્ચામાં રહે છે. દર વર્ષે હોળીના અવસરે અનેક કલાકારો પાપારાઝીઓ વચ્ચે લોકપ્રિય પણ હોય છે. કેટલાક કલાકારો નશામાં ધૂત જોવા મળે છે. અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જે હોળીના અવસરે ખુબ દારૂ પીવે છે. આ કલાકારો અનેકવાર નશાની હાલતમાં કેમેરામાં સ્પોટ થયા છે.
કૃષ્ણા અભિષેક કાશ્મીર શાહ ટીવીના પાવર કપલ છે અને બંનેની કોમેડી ફેન્સને ખુબ ગમે છે. એવો દાવો છે કે કૃષ્ણા અને કાશ્મીરા હોળી પાર્ટીમાં દારૂના નશામાં ધમાલ મચાવે છે.
સંજય દત્તની હોળી પણ સ્પેશિયલ હોય છે. સંજય દત્ત દર વર્ષે હોળીના અવસરે પાપારાઝીને સ્પેશિયલ અંદાજમાં મળવા માટે આવે છે. આ દરમિયાન તેઓ અનેકવાર દારૂના નશામાં જોવા મળ્યા છે પરંતુ અભિનેતાનો આ અંદાજ લોકોને ખુબ ગમતો હોય છે.
દાવો છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હોળીના અવસરે નશામાં રહે છે. તે પાપારાઝી સાથે વાતચીત ઓછી જ કરવા માટે આવે છે. પરંતુ કહેવાય છે કે એક્ટર પાર્ટીમાં દારૂ જરૂર પીવે છે.
આ યાદીમાં વરુણ ધવનનું પણ નામ છે. વરુણ ધવનને લોકો કોમેડી માટે પસંદ કરે છે. પરંતુ પાર્ટીમાં તેનો અલગ જ અંદાજ જોવા મળે છે. હોળી પાર્ટીમાં વરુણ અનેકવાર નશામાં સરી પડે છે.
કપૂર ખાનદાનની હોળી હંમેશા સ્પેશિયલ રહી છે. કરીના કપૂર પણ ખુબ હોળી રમે છે. કરીના અનેકવાર હોળી પાર્ટીમાં દારૂના નશામાં સ્પોટ થઈ છે. તે પોતાની ગર્લ ગેંગ સાથે પણ દારૂના નશામાં જોવા મળી છે.
શાહરૂખ ખાને બોલીવુડ કલાકારો સાથે ખુબ હોળી મનાવી છે. તેમની જૂની અનેક તસવીરો ગૂગલ પર જોવા મળે છે. જેમાં શાહરૂખ ખાનનો હોળીનો અંદાજ જોઈ બધા દંગ રહી જાય છે. અનેકવાર શાહરૂખ ખાન હોળી પર નશામાં જોવા મળ્યા છે.
આ યાદીમાં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાના નામ પણ સામેલ છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે હોળી પર નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા પણ દારૂના નશામાં સરી પડે છે. બંનેની પાર્ટી ખુબ શાનદાર હોય છે.