હોલિવુડ એક્ટ્રેસ સલમા હાયેક (Salma Hayak)પોતાની જાતને એક આધ્યાત્મિક વ્યક્તિ ગણાવે છે, જે કોઈ પણ એક ધર્મને અનુસરતી નથી અને આ વાત તેણે સાબિત કરી દીધી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
ફિલ્મ ફ્રીડાથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલ એક્ટ્રેસ સલમા હાયેકનું ફેન ફોલોઈંગ મોટુ છે. પરંતુ તેની હાલમાં જ એક પોસ્ટ એવી હતી, જેના પર સૌ કોઈનું ધ્યાન ગયું. ખાસ કરીને ભારતીયોનું...
હોલિવુડ એક્ટ્રેસ સલમા હાયેક પોતાને આધ્યાત્મિક વ્યક્તિ ગણાવે છે. તે કહે છે કે, હું કોઈ એક ધર્મને અનુસરતી નથી, પરંતુ દરેક ધર્મ પર ભરોસો રાખું છું.
સલમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મા લક્ષ્મીની તસવીર શેર કરી છે. જેમાં તેણે નીચે લખ્યું છે કે, જ્યારે હું મારી અંદરની સુંદરતા સાથે જોડાવા માગું છું, તો હું મારા મેડિટેશનમાં મા લક્ષ્મી પર ધ્યાન લગાવવાનું શરૂ કરુ છું. તેઓ હિન્દુ ધર્મમાં ધન, ભાગ્ય, પ્રેમ, સુંદરતા, માયા, ખુશી અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે.
સલમા હાયેકની પોસ્ટ પર બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુએ જવાબ આપીને લખ્યું કે, અમેઝિંગ...
આગામી ફિલ્મોની વાત કરીએ તો સલમા હાયેક, માર્વેલ સિનેમેટિક યુનિવર્સના ફેઝ 4ની ફિલ્મ The Eternals માં કામ કરી રહી છે.