PHOTOS

હોમ લોન રિજેક્ટ થઈ જાય તો ચિંતા ન કરો, તરત જ કરો આ કામ, બેંક ઘરે આવી આપશે પૈસા!


ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ તે માટે જરૂરી હોમ લોન માટે અરજી કરવી મહત્વનું કામ હોય છે. પરંતુ ઘણીવાર હોમ લોનની અરજી રદ્દ થઈ જાય છે, જેનાથી અરજી કરનાર અસમંજસમાં પડી જાય છે કે આગળ શું કરવું જોઈએ. તેવામાં આવો જાણીએ કઈ વાતોનું ધ્યાન રાખી તમે હોમ લોન મંજૂર કરાવી શકો છો.
 

Advertisement
1/5
કયા રેટ પર મળી રહી છે હોમ લોન?
 કયા રેટ પર મળી રહી છે હોમ લોન?

ભારતમાં હોમ લોનના વ્યાજ દરો માર્ચ 2025 સુધી સ્પર્ધાત્મક બનેલી છે. કેટલીક જાહેર ક્ષેત્રની બેંકો વાર્ષિક 8.1% થી 8.15% ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે, જ્યારે HDFC અને ICICI જેવી ખાનગી બેંકો 8.75% ના વ્યાજ દરે લોન ઓફર કરે છે. આવી સ્થિતિમાં, લોન માટે અરજી કરતા પહેલા તમામ જરૂરી માપદંડો પૂરા કરવા જરૂરી છે જેથી રિજેક્શન ટાળી શકાય.

2/5
ઓછો ક્રેડિટ સ્કોર
 ઓછો ક્રેડિટ સ્કોર

જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે તો બેંક તમને જોખમભર્યા ઉધારકર્તા માટે છે અને લોન આપવાથી બચે છે. તમારા ક્રેડિટ સ્કોરની સમય-સમય પર પતાસ કરો અને તેમાં કોઈ પ્રકારની ભૂલ હોય તો સુધારો.

Banner Image
3/5
અપ્રૂવ્ડ પ્રોપર્ટી કે બિલ્ડરનું ન હોવું
 અપ્રૂવ્ડ પ્રોપર્ટી કે બિલ્ડરનું ન હોવું

બધી બેંક એક યાદી તૈયાર રાખે છે, જેમાં તે માન્ય બિલ્ડર અને પ્રોપર્ટી સામેલ કરે છે. જો તમે પસંદ કરેલી પ્રોપર્ટી આ યાદીમાં નથી તો લોન રિજેક્ટ થઈ શકે છે. તેવામાં તમે તમારા બિલ્ડર સાથે વાત કરી તે બેંકમાં નામ સામેલ કરાવવાનું કહો કે પછી બિલ્ડર સાથે વાત કરી સંબંધિત બેંકમાં જઈને અરજી કરો.   

4/5
સ્થિર આવક ન હોવી
 સ્થિર આવક ન હોવી

બેંક તે લોકોને પ્રાથમિકતા આપે છે જેનો નોકરીનો ઈતિહાસ સ્થિર હોય. વારંવાર નોકરી બદલવા કે અસ્થિર આવક સ્ત્રોત હોવા પર અરજી રદ્દ થાય છે. તેથી તમે એક સ્ટેબલ આવરનો જુગાડ જરૂર રાખો.

5/5
સાથે રાખો આ દસ્તાવેજ
 સાથે રાખો આ દસ્તાવેજ

જો તમે ખોટી જાણકારી આપી છે કે જરૂરી દસ્તાવેજ નથી તો અરજી રદ્દ થઈ શકે છે. તેથી જ્યારે પણ અરજી કરો તો બધા દસ્તાવેજ સાથે રાખો. એટલું જ નહીં જો બેંક દ્વારા સંપત્તિનું મૂલ્યાંકન તમારા દ્વારા માંગવામાં આવેલી લોનથી ઓછું કરવામાં આવે તો લોનની રકમ ઓછી થઈ શકે છે કે અરજી રદ્દ થઈ શકે છે. તેથી ખોટા મૂલ્યાંકનની માહિતી બેંકને ન આપો.





Read More